'સૌનો સાથ સૌનો વિકાસની કોઈ જરૂર નથી, હવેથી...', ભાજપ નેતાનું મોટું નિવેદન

ADVERTISEMENT

bjp leader shubhendu adhikari big statement
સુભેન્દુ અધિકારી
social share
google news

Shubhendu Adhikari Big Statement : પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા અને ભાજપ નેતા સુભેન્દુ અધિકારીએ બુધવારે મોટું નિવેદન આપ્યું છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું, તમે (ભાજપના નેતાઓ) બધા કહો છો - 'સૌનો સાથ, સૌનો વિકાસ', પરંતુ હવે અમે આવું નહીં કહીએ. હવે અમે કહીશું કે 'જે અમારી સાથે છે, અમે તેમની સાથે...'. સૌનો સાથ, સૌનો વિકાસ કહેવાનું બંધ કરો. લઘુમતી મોરચાની પણ જરૂર નથી.

સુભેન્દુ અધિકારીનું કહેવું હતું કે, અમે જીતીશું, અમે હિન્દુઓને બચાવીશું અને બંધારણ બચાવીશું. મેં રાષ્ટ્રવાદી મુસ્લિમોની વાત કરી. આપ સૌએ પણ 'સૌનો સાથ સૌનો વિકાસ'નો નારો આપ્યો હતો. તે પછી શુભેન્દુએ તેના બંને હાથ જોડી દીધા અને હવે અમે આ બધું નહીં કહીએ.

'અમારે લઘુમતી મોરચાની પણ જરૂર નથી'

શુભેન્દુ અધિકારીએ કહ્યું, જે અમારી સાથે છે, અમે તેની સાથે છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ બંધ કરો. અમારે લઘુમતી મોરચાની પણ જરૂર નથી. અંતમાં તેમણે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. કાર્યકર્તાઓએ શુભેન્દુના પ્રવચનને સભાગૃહમાં તાળીઓના ગડગડાટથી આવકાર્યા હતા.

ADVERTISEMENT

શુભેન્દુના નિવેદનથી સ્પષ્ટ છે કે ભાજપ હવે બંગાળમાં હિન્દુ મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. બંગાળ ભાજપનું માનવું છે કે મુસ્લિમ મતદારોએ લોકસભા ચૂંટણીમાં ટીએમસીને એકજૂથ થઈને સમર્થન આપ્યું છે. જ્યારે હિન્દુ મતદારોમાં વિભાજન જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં હવે હિન્દુ મતોના ધ્રુવીકરણના પ્રયાસો કરવામાં આવશે.

પીએમ મોદીએ આપ્યું હતું 'સૌનો સાથ, સૌનો વિકાસ'નું સૂત્ર

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન “સબકા સાથ, સબકા વિકાસ” (સૌનો સાથ, સૌનો વિકાસ) નો નારો આપ્યો હતો. આ સૂત્ર ભાજપના ચૂંટણી પ્રચારનું મુખ્ય સૂત્ર બની ગયું હતું અને તેનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોના સમાવેશી અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ સૂત્ર ભારતના તમામ નાગરિકો, ખાસ કરીને પછાત અને વંચિત વર્ગોના વિકાસ અને સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

ADVERTISEMENT

બંગાળમાં ટીએમસીના મુસ્લિમ મુખ્ય મતદાર

પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય મત માનવામાં આવે છે. ડાબેરી કોંગ્રેસ પણ આના પર નજર રાખે છે. ભાજપ પણ આ સમુદાય સુધી પોતાની પહોંચ વધારવાના પ્રયાસ કરતું આવ્યું છે. જો કે, પરિણામે નિરાશ કર્યા છે. 2018ની બંગાળ પંચાયત ચૂંટણીમાં મુસ્લિમ મતો મેળવવા માટે ભાજપે મુસ્લિમ સંમેલનોનું આયોજન કર્યું હતું. ભાજપે મુસ્લિમ સમુદાયના 850થી વધુ લોકોને ટિકિટ આપી હતી, જેમાંથી 27ને જીત મળી હતી. 2016ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે 6 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. બંગાળમાં લગભગ 30 ટકા મુસ્લિમ મતદારો છે, જેઓ રાજ્યની 294માંથી લગભગ 100 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 2010 થી બંગાળમાં મુસ્લિમ મતદારોને ટીએમસીની મુખ્ય વોટબેંક માનવામાં આવે છે.

ADVERTISEMENT

જો કે, અહીંના લઘુમતી સમુદાયના નેતાઓનું માનવું છે કે મુસ્લિમ મતદારોનો મોટો વર્ગ ભાજપને રોકવા માટે ડાબેરી-કોંગ્રેસ ગઠબંધનની જગ્યાએ તૃણમૂલ કોંગ્રેસને પ્રાધાન્ય આપી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT