Narmada Stone Pelting: નર્મદામાં પથ્થરમારા અંગે ચૈતર વસાવાએ અગાઉથી જ પોલીસને કરી હતી સચેત?- Video
Narmada Stone Pelting: નર્મદા જિલ્લાના સેલંબા ખાતે શૌર્યયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાનની ઘટનાઓને લઈને બે ધર્મોના ટોળા સામ સામે આવી ગયા હતા આ ઉપરાંત પણ અન્ય…
ADVERTISEMENT
Narmada Stone Pelting: નર્મદા જિલ્લાના સેલંબા ખાતે શૌર્યયાત્રા દરમિયાન થયેલી પથ્થરમારાનની ઘટનાઓને લઈને બે ધર્મોના ટોળા સામ સામે આવી ગયા હતા આ ઉપરાંત પણ અન્ય બે સ્થાનો પર પથ્થરમારાની વાતો સામે આવી હતી. હવે આ માહોલ વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હાલમાં વાયરલ થવા લાગ્યો છે.
Ahmedabad News: અમદાવાદમાં બિલ્ડરને ચાનો પ્યાલો 15.63 લાખમાં પડ્યો
‘મેં તમને ચેતવ્યા હતા?’ ચૈતર વસાવાએ પુછ્યું
ચૈતર વસાવા આ વીડિયોમાં એક સુરક્ષાદળના સૈનિક સાથે વાત કરતા દેખાય છે. જેમાં તેઓ કહે છે કે મેં અગાઉ જ આપને આ અંગે ચેતવ્યા હતા. આ અચાનક બનેલી ઘટના નથી આ પુર્વાયોજીત કાવતરું છે. તમારે એક્શન લેવાની જરૂર હતી. આ મામલાને લઈને ચૈતર વસાવા સુરક્ષા દળો પર ગંભીર આરોપ લગાવતા જોવાઈ રહ્યા છે. હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ ઘટનામાં કયા પ્રકારની કાર્યવાહીઓ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT