હવે આ જ બાકી હતું! ગુજરાતમાં અહીં પકડાયું ગઠબંધનમાં કૌભાંડ, BJP-કોંગ્રેસ-AAPના નેતાઓ સામે ફરિયાદ
Narmada Scam: રાજકીય પાર્ટી કોંગ્રેસ, ભાજપ અને AAP આ ત્રણ પાર્ટીના નેતા એકબીજા પર અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. પરંતુ જ્યારે કૌંભાડ કરવાની વાત આવે છે ત્યારે આ પક્ષના કેટલાક નેતા ભેગા થઈ અને ગઠબંધન કરીને કૌભાંડ કરી નાખે છે.
ADVERTISEMENT
Narmada Scam: રાજકીય પાર્ટી કોંગ્રેસ, ભાજપ અને AAP આ ત્રણ પાર્ટીના નેતા એકબીજા પર અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે. પરંતુ જ્યારે કૌંભાડ કરવાની વાત આવે છે ત્યારે આ પક્ષના કેટલાક નેતા ભેગા થઈ અને ગઠબંધન કરીને કૌભાંડ કરી નાખે છે. આવો જ કિસ્સો નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જોવા મળ્યો છે. જેમાં 25 જુલાઈ 2024 થયેલી ફરિયાદમાં જે આરોપીઓના નામ ખુલ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામ છે. તમામ નેતાઓ અનાજ કૌભાંડમાં સંડવાયેલા જોવા મળ્યા છે.
સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજની દુકાને પહોંચાડવાનો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં સુરત ભાજપ યુવા મોરચાના નેતા સહિત 8 આરોપી સામે મામલતદારે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની આગળ વધી રહેલી તપાસમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓના નામો પણ ખુલ્યા છે. 8 આરોપી સામે નોંધાયેલી ફરિયાદમાં હાલ પોલીસે ગોડાઉન મેનેજર ભાવેશ કાનજી ડાંગોદરા તથા કોલાવાન ગામના દૌલત ભાંગા નાઇકની ધરપકડ કરી છે અને અન્ય આ કૌભાંડમાં સંડોવાયેલા 6 લોકોને વોન્ટેડ જાહેર કરી 5 ટીમ બનાવી તેમની શોધખોળ હાથ ધરી છે.
AAP-કોંગ્રેસ-BJP નેતાના નામ સામે આવ્યા
જે ટેમ્પામાં સરકારી અનાજ સગેવગે થતું હતું તે રોઝાદેવના આનંદ વસાવાની માલિકીનું છે અને તે કોંગ્રેસનો આગેવાન છે અને જિલ્લા પંચાયતનો સભ્ય પણ રહી ચુકયો છે. તેવી જ રીતે ગોડાઉન ભવરીસાવરના શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવાનું હતું. જેને ભાડે લઈને આ સરકારી અનાજ તે ગોડાઉનમાં ઉતરતું હતું. શૈલેન્દ્રસિંહ આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ છે. પાંચ પીપરીના રાજેન્દ્ર રામસિંગ વસાવા, ઉભારીયાના જય દિનેશ વસાવા, અરિહંત એગ્રો સેલ્સના પ્રોપ્રાઇટર મનીષ ગવરચંદ શાહ અને સેલંબાના સચિન શાહ જે ભાજપના આગેવાન છે. આમ સમગ્ર કૌભાંડમાં રાજકીય પાર્ટીઓના આગેવાનોની મીલી ભગતથી ગરીબોના અનાજનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતું હોવાની બાબત સામે આવી છે.
ADVERTISEMENT
બે આરોપીઓની ધરપકડ કરાઈ
નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુંબે મીડિયા સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ દબાણને વશ થયા વગર બિલકુલ પારદર્શક રીતે તપાસ કરશે કેમકે તેમાં રાજકીય આગેવાનોના નામો આવ્યા છે અને કસૂરવારને કોઈ પણ સંજોગોમાં છોડીશું નહીં.
ADVERTISEMENT
(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
ADVERTISEMENT