સાંસદ મનસુખ વસાવાને MLA ચૈતર વસાવાનો જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર, ઉચ્ચારી આ ચીમકી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: ભાજપના નેતા અને સંસદ મનસુખ વસાવા સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો. આ પત્ર વાયરલ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ તપાસ કરી હતી. જે બાદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પત્ર મેં લખ્યો નથી. પત્રમાં કરવામાં આવેલી સહી પણ મારી નથી પણ પત્રમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ આક્ષેપ સાચા છે. આ પત્રમાં તમામ પક્ષના નેતાના નામ સાથે ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. જાહેરમાં ચર્ચા નહીં કરે તો કાયદેસર ની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

માંગ્યો પુરાવા સાથેનો ખુલાસો
ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદ મનસુખ વસાવાને પત્ર લખી કહ્યું કે, આપે પત્ર લખીને તથા પ્રેસ મીડિયા ને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે. આ નેતાઓમાં નામ જોગ મારું, મોતીભાઈ વસાવા(માજી ધારાસભ્ય, શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ, પર્યુશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના હાલ ના પ્રમુખ, નાંદોદ નાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા નાનાભાઈ રવિ દેશમુખ, કોર્પોરેટર વીરુભાઈ દરબાર તથા પાર્ટીના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો આપે લગાવેલ છે. જેનાથી અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાસો અનિવાર્ય બની રહે છે.

ખુલ્લી ચર્ચા કરવા ફેક્યો પડકાર
જેથી આપ આ પત્ર મળ્યે પછી દિન 3 માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપની અધ્યક્ષતામાં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદ્દાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો. એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો, દિન 7 પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો તેમ પત્રમાં જણાવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT