મહેસાણા સજા બાદ જેલમાં વિપુલ ચૌધરીને અપાયો કેદી નંબર 33216, જાણો કેવી રહ્યો દિવસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય.મહેસાણાઃ મહેસાણા દૂધસાગર ડેરીમાંથી નવ વર્ષ પહેલા મુંબઈ મોકલી અપાયેલા સાગરદાનના બહુચર્ચીત કેસમાં સાત વર્ષની સજા પડ્યા બાદ વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ મહેસાણા સબ જેલમાં મોકલી અપાયા છે. ત્યારે ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને જેલમાં કેદી તરીકે 33216 નંબર અપાયો છે. જાણવા મળ્યા મુજબ જેલમાં ગયા બાદ સાંજે વિપુલ ચૌધરીએ જમવાનું ટાળ્યું હતું.

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ વર્ષ 2014માં શરદ પવાર મુંબઈમાં જ્યારે કૃષિ મંત્રી હતા, તે સમયે 22.50 લાખની કિંમતનું સાગરદાન મોકલી આપ્યું હતું. તે અનુસંધાને કોઈપણ જાતની મંજૂરી લીધા વિના સાગરદાન મોકલી આપી ડેરી સાથે રૂપિયા 22.50 લાખની છેતરપિંડી કરવા બાબતની મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને જે તે સમયે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને 22 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી.

ઉપરના માળે આવેલી બેરેકમાં રહેશે
ઉપરોક્ત બહુચર્ચીત કેસમાં મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને ડેરીના ડિરેક્ટરો સહિત 15 વ્યક્તિઓને કસૂરવાર ઠરાવીને સાત વર્ષની સજા ફટકારી છે ત્યારે મહેસાણા સબજેલમાં રખાયેલા વિપુલ ચૌધરીને જેલ સત્તાવાળાઓ દ્વારા કેદી નંબર 33216 અપાયો હતો. જેલમાં ગયા બાદ સાંજે વિપુલ ચૌધરીએ જેલમાં જમવાનું ગળે નહીં ઉતાર્યું અને ટાળ્યું હતું. હાલમાં વિપુલ ચૌધરી તેમજ તેના સાથીઓને મહેસાણા સબ જેલના ઉપરના માળે બનાવેલી બેરેકમાં રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર બાદ પાણી ભરાતા હાહાકાર, ભાવનગરમાં 3 ઇંચ વરસાદમાં જ પાણી-પાણી

સવારે વોકિંગ બાદ બેરેકમાં આરામ કર્યો
મહેસાણા સબ જેલમાં રાત વિતાવનાર રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરી સવારે વહેલો ઉઠી ગયો હતો અને કેટલોક સમય વોકિંગ કર્યા બાદ પોતાની બેરેકમાં આરામ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યા મુજબ દિવસ દરમિયાન તેણે ખૂબ જ ઓછી વાતચીત કરી હતી અને બપોરના સમયે જેલનું જ ભોજન લીધું હતું.

સવારથી જ વકીલોની અવરજવર
ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને અન્ય સજા પામેલા ડિરેક્ટર્સના સેશન્સ કોર્ટમાં અપીલ બાદ જામીન સહિતની પ્રક્રિયા કરવાની હોય સવારે દસ વાગ્યા બાદ મહેસાણા સબ જેલની બહાર વકીલો આવી પહોંચ્યા હતા અને તેમના અસીલોની જરૂરી પેપર્સ ઉપર સહીઓ લેવા સહિતની કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT