કલોલ બેઠક પર ખરાખરીનો જામશે જંગ, કોંગ્રેસની સત્તા આંચકવા હરીફાઈ

ADVERTISEMENT

kALOL
kALOL
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માંતે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી ચૂકી છે. આ વિધાનસભાં ચૂંટણીમાં હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળશે ત્યારે ગાંધીનગર જિલ્લાની કાલોલ બેઠક પર ભાજપની નજર રહેશે.

કોંગ્રેસના કબજા વળી બેઠકને ભાજપ હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. સ્થાનિક કાર્યકર્તાઓથી લઇને પેજ પ્રમુખ તથા નેતાઓને પણ કામ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા મહેનત કરી રહ્યા છે.

મતદારો
ગાંધીનગર જિલ્લાની કાલોલ બેઠકની વાત કરવામાં આવે તો ગાંધીનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે. આ વિધાનસભામાં 1,27,085 પુરુષ મતદારો છે. જ્યારે 1,20,166 મહિલા મતદારો છે જ્યારે 2 અન્ય મતદારો છે. એટલે કે કુલ 2,47,253 મતદારો છે. આ વિધાનસભામાં કલોલ તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

2017નું પરિણામ
વર્ષ 2017માં આ બેઠક માટેનું મતદાન 14 ડિસેમ્બર, 2017ના રોજ ચૂંટણીના બીજા તબક્કામાં યોજાયું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોરને કુલ મતદાનના 50.33 ટકા મત મળ્યા હતા એટલેકે 82,886 મત કોંગ્રેસને મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ડૉ. અતુલ પટેલને 45.49 ટકા મત મળ્યા હતા. એટલે કે 74921 મત મળ્યા હતા. અને કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોર વિજાત થયા હતા. આ બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાને હતા.

આપ માટે કપરા ચડાણ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અસર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળે છે. કલોલ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની બેઠક ભોંયણ મોટી, બોરીસણા, પલીયડ, પાનસર, સઇજ, સાંતેજ તમામ છ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસના જ ઉમેદવારો છે. આ કારણોસર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ છે. કોઇ અપક્ષ કે અન્ય પક્ષનો ઉમેદવાર પક્ષની વોટબેંક તોડે તેમ નથી.એટલે કે આમ આદમી પાર્ટી માટે આ બેઠક પર લડત આપવી ખૂબ કપરી રહેશે.

ADVERTISEMENT

આટલાલો વિસ્તાર કલોલનો
ગુજરાત વિધાનસભાની 182 બેઠક માંથી 38 નંબરની બેઠકમાં અધાણા, અલુવા, અમાજા, આરસોદીયા, બાલવા, ભાદોલ, ભાવપુરા, ભીમાસણ, મોટી ભોંયણ, બિલેશ્વરપુરા, બોરીસણા, ચાંદીસણા, છત્રાલ, દંતાલી, ધમાસણા, ધાણજ, ધાણોટ, ધેંધુ, દિંગુચા, ગણપતપુરા, ગોલથરા, હાજીપુર, હિંમતપુરા, ઇસંદ, ઇટલા, જામળા, જસપુર, જેઠલાજ, કલોલ, કણથા, કરોલી, ખાત્રજ, ખોરાજડાભી, લીંબોદરા, મોખાસણ, મુબારકપુરા, મુળાસણા, નાદરી, નંદોલી, નારદીપુર, નસમેદ, નાવા, ઓલા, પાળીયાદ, પાલોડીયા, પલસાણા, પાનસર, પીયાજ, પ્રતાપપુરા, રકાણપુર, રામનગર, રાંચરડા, રણછોડપુરા, સબાસપુર, સનાવડ, સાંતેજ, શેરીસા, સોભાસણ, સોજા, ઉનાલી, ઉસ્માનાબાદ, વડાવસ્વામી, વડસર, વગોસણા, વણસાજડા, વણસાજડા ધેડીયા, વયાણા, વેડા સહિતના ગામોનો કલોલ વિધાનસભા બેઠકમાં સમાવેશ થાય છે.

ADVERTISEMENT

બળદેવજી ઠાકોરની આ બેઠક પરથી લડવાની જીદ 
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભા બેઠક બદલાવવા મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે હું કલોલ બેઠક પરથી જ ચૂંટણી લડીશ. હું અન્ય કોઇ બેઠક પર ચૂંટણી લડવા જવાનો નથી. હું ભાજપમાં પણ જોડાવાનો નથી. કલોલમાંથી જ ચૂંટણી લડી જીતીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT