બેડશીટ, ઓશિકા… પત્ની-બાળકોના કબાટ પણ ચેક કર્યા, ગુજરાત આવેલા સિસોદિયાએ CBI રેડ પર શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદ: લિકર પોલિસી મામલે દિલ્હીમાં CBIની તપાસ ચાલી રહી છે. દિલ્હીના ડે. સી.એમ મનીષ સિસોદિયાના ઘરે 14 કલાક લાંબી રેડ બાદ કેટલાક લોકોની પૂછપરછ પણ શરૂ થઈ છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, 19મી ઓગસ્ટે તેમના ઘરે સીબીઆઈની રેડ પડી ત્યારે ક્યાં-કયાં ચેકિંગ થયું હતું.

CBIએ ઘરનો એક-એક ખુણો તપાસ્યો
મનીષ સિસોદિયાએ કહ્યું કે, અધિકારીઓ મારો કબાટ જવા માગતા હતા, મારી પત્ની અને બાળકોનો કબાટ પણ જોવા માગતા હતા. અમારા બધા કપડા ચેક કરવામાં આવ્યા, બેડશીટ, તકિયાની પણ તપાસ કરાઈ. આ બધું જોઈને હું દુઃથી થયો હતો. પરંતુ સિસોદિયાએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આવી કાર્યવાહીથી આગળ પણ ઝુકશે નહીં, તેઓ ડરશે નહીં. તેમણે કહ્યું કે, મને કોઈની બીક નથી લાગતી. હું અરવિંદ કેજરીવાલનો સિપાહી છું, હું સાચો છું, જ્યારે સીબીઆઈ મારા ઘરે આવી, હું એક સેકન્ડ પણ ગભરાયો નહીં.

BJPમાં જોડાવવાની મળી ખાસ ઓફર
આ ઉપરાંત મનીષ સિસોદિયાએ ગુજરાત પ્રવાસ પહેલા મનીષ સિસોદિયાને ભાજપમાં જોડાવવાની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે BJP પર આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટી છોડી દેવા માટે તેમને ખાસ ઓફર મળી છે. એટલું જ નહીં મનીષ સિસોદિયાએ ઘટસ્ફોટ કર્યો કે મને ભાજપે એમ પણ જણાવ્યું કે જો હું પાર્ટીમાં જોડાઈ જઈશ તો CBI-EDના કેસ બંધ કરી દેવાશે. જોકે મનીષ સિસોદિયાએ આનો એવો સણસણતો જવાબ આપ્યો કે તેમની પ્રતિક્રિયા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

ADVERTISEMENT

હું મહારાણા પ્રતાપનો વંશજ છું- મનીષ સિસોદીયા
ભાજપમાં જોડાવવાની ઓફર પર મનીષ સિસોદીયાએ કહ્યું કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું. રાજપૂત છું. ‘સર કટા લૂંગા’ કોઈપણ ભોગે કઈપણ થાય હું ભ્રષ્ટાચારીઓ અને ષડયંત્ર કરનારા લોકો સામે નમીશ નહીં. મારા વિરૂદ્ધ તમામ કેસ ખોટા છે. જે કરવું હોય એ કરી લો.

    follow whatsapp

    ADVERTISEMENT