મહારાષ્ટ્રમાં NDAનો સપાટો, તમામ ઉમેદવારોની જીત, કોંગ્રેસના 7-8 ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ

ADVERTISEMENT

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી પરિણામ
mlc election results
social share
google news

લોકસભા ચૂંટણી બાદ મહારાષ્ટ્ર વિધાનસભામાં શુક્રવારે MLC ચૂંટણીને લઈને મતદાન થયું. સાંજે ચાર વાગ્યા સુધીમાં 100 ટકા મતદાનનું પરિણામ હવે સામે આવી ગયું છે. પ્રાથમિક રીતે જે સામે આવ્યું છે તે અનુસાર, NDAના તમામ ઉમેદવારોની જીત થઈ છે.

કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર જીત્યા?

બીજી મોટી વાત એ છે કે, કોંગ્રેસના 7-8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. તેની સાથે જ કોંગ્રેસના મત વહેંચાઈ ગયા છે. ત્યારે, શરદ પવાર જૂથ અજિત પવારના પક્ષના કોઈ મત વહેંચી ન શક્યા. આ સિવાય ન તો UTB સેના શિંદે સેનાના મતોને વહેંચી શકી.

જણાવી દઈએ કે, NDAના 9 ઉમેદવારો મેદાનમાં હતા, જેમને જીત મેળી છે. 3 ઉમેદવાર મહાવિકાસ અઘાડીથી ઉભા હતા, જેમાંથી એકની જીત થઈ છે. ત્યારે, NCP અજિત પવારના 2 ઉમેદવારોને જીત મેળવી છે.

ADVERTISEMENT

કોણ-કોણ જીત્યું?

ભાજપ

  • અમિત ગોરખે - 26 મતોથી જીત્યા
  • પંકજા મુંડે - 26 મતોથી જીત્યા
  • પરિણય ફુકે - 26 મતોથી જીત્યા
  • યોગેશ ટીલેકર - 26 મતોથી જીત્યા

કોંગ્રેસ

ADVERTISEMENT

  • પ્રજ્ઞા સાતવ- 25 મતોથી જીત્યા

NCP: (અજિત પવાર)

ADVERTISEMENT

  • રાજેશ વિટેકર - 23 મતથી જીત્યા
  • શિવાજીરાવ ગરજે - 24 મતોથી જીત્યા

શિવસેના (એકનાથ શિંદે)

  • ભાવના ગવલી - 24 મતોથી જીત્યા
  • કૃપાલ તુમાને - 24 મતોથી જીત્યા

    follow whatsapp

    ADVERTISEMENT