લોકસભાની ચૂંટણીમાં થઈ ગઈ મોટી ભૂલ....અજિત પવારે આ મોટી વાત બધાની સામે કબૂલી

ADVERTISEMENT

Ajit Pawar Statement
અજિત પવારે મોટું નિવેદન આપ્યું
social share
google news

Ajit Pawar Statement: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગત લોકસભા ચૂંટણીમાં બહેન સુપ્રિયા સુલે સામે તેમના પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવા એ તેમની મોટી ભૂલ હતી. મીડિયાને આપેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે હું મારી બધી બહેનને ઘણો પ્રેમ કરું છું, રાજનીતિને ઘરમાં ઘુસવા ન દેવી જોઈએ. મારી બહેન સામે સુનેત્રાને ઉતારીને મેં મોટી ભૂલ કરી દીધી, આવું ન થવું જોઈતું હતું. પરંતુ આ NCPના સંસદીય બોર્ડનો નિર્ણય હતો.

જનસંપર્ક દરમિયાન સ્વીકારી ભૂલ

વાસ્તવમાં,  અજિત પવાર મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા એક જનસંપર્ક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાતો કહી, આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મહારાષ્ટ્ર સરકારની 'Mukhyamantri Majhi Ladki Bahin Yojana 2024' વિશે લોકોને જણાવ્યું. તેમનું કહેવું હતું કે, આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

રક્ષાબંધન પર બહેનને મળશે નાયબ મુખ્યમંત્રી

કાર્યક્રમ દરમિયાન મીડિયા દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ રક્ષાબંધન પર તેમની બહેનને મળશે? નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ પર જ બોલવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની ટીકાનો જવાબ નહીં આપે. જોકે, પત્રકારો દ્વારા વારંવાર પૂછવામાં આવતાં તેમણે જવાબ આપ્યો કે અત્યારે હું પ્રવાસ પર છું, જો તે દિવસે (સુપ્રિયા સુલે) અને તેમની બહેનો એક જ જગ્યાએ હશે, તો તેઓ ચોક્કસપણે તેમને મળશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT