Lok Sabha Elections: પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની વધી મુશ્કેલી! કલેક્ટરે ફટકારી નોટિસ

ADVERTISEMENT

Lok Sabha Elections
રૂપાલા અને ધાનાણીને કલેક્ટરે કેમ ફટકારી નોટિસ?
social share
google news

Lok Sabha Elections: ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે દેશભરના લોકોની નજર સૌરાષ્ટ્રની સૌથી મહત્વની ગણાતી રાજકોટ બેઠક પર છે. કારણ કે અહીં ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. હાલ ક્ષત્રિય સમાજમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમના એક વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ તેમનો વિરોધી થઈ ગયો છે. જોકે, હાલ રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે કલેક્ટરે લાલઆંખ કરી છે. કલેક્ટરે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને નોટિસ ફટકારી છે. 

રાજકોટ બેઠકના ઉમેદવારોને નોટિસ 

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સમયસર ચૂંટણીનો પૂરો ખર્ચ રજૂ ન કરતા કલેક્ટરે નોટિસ ફટકારી છે. 

કલેક્ટરે 2 દિવસનો આપ્યો સમય 

કલેક્ટર પ્રભવ જોષીએ આ નોટિસનો 2 દિવસમાં જવાબ રૂપે સમગ્ર ચૂંટણી ખર્ચ દર્શાવવા માટેનો આદેશ આપ્યો છે. જોકે, અહીંયા સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે 7 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનો સમગ્ર ખર્ચ રજૂ કરી દીધો છે.

ADVERTISEMENT

અપક્ષ ઉમેદવારોએ રજૂ કર્યો ખર્ચ

રિપોર્ટ અનુસાર, અપક્ષ ઉમેદવારોએ 25,850, 52,075, 26,300, 26,800, 34,861 અને 25,750નો ખર્ચ કર્યો હોવાનું કલેક્ટરને જણાવ્યું છે. અપક્ષ ઉમેદવારોએ પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બતાવ્યો છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT