'તેજસ્વી યાદવ આરજેડીની કમાન સંભાળશે', લાલુ યાદવે કર્યું મોટું એલાન

ADVERTISEMENT

Lalu Yadav
લાલૂ પ્રસાદ યાદવ
social share
google news

Lalu Yadav Statement on Modi Govt : RJDના 28માં સ્થાપના દિવસના અવસરે શુક્રવારે રાજધાની પટનામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવે પણ ભાગ લીધો હતો. સભાને સંબોધિત કરતા લાલુ યાદવે કેન્દ્ર સરકારને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર ઓગસ્ટ મહિનામાં પડી જશે. દેશમાં 'INDIA' ગઠબંધન સરકાર બનશે.

'તેજસ્વી યાદવ આરજેડીની કમાન સંભાળશે'

લાલુ યાદવે કહ્યું કે આજે પાર્ટીનો 28મો સ્થાપના દિવસ છે. આરજેડીનો જન્મ દિલ્હીના બિહાર ભવનમાં થયો હતો. તે સમયે પાર્ટીનું નામ શું હોવું જોઈએ? અમે તેના પર મંથન કરી રહ્યા હતા અને પછી બધાએ આરજેડીનું નામ સૂચવ્યું. અમારી પાર્ટીએ ઘણા પીએમ પણ બનાવ્યા છે. ઘણા લોકોને સમર્થન આપ્યું. દિલ્હી સરકાર એકદમ નબળી છે. તે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં.

આરજેડી સુપ્રીમોએ કહ્યું કે, હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તૈયાર રહેવાની અપીલ કરું છે, કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે. દિલ્હીમાં મોદી સરકાર ઘણી નબળી છે. હવે અમે તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. હવે તેજસ્વી યાદવ આરજેડીની કમાન સંભાળશે.

ADVERTISEMENT

તેજસ્વીએ બ્રિજ મુદ્દે એનડીએ સરકારને પડકાર ફેંક્યો

આ દરમિયાન વિપક્ષના નેતા તેજસ્વી યાદવે એનડીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો કહે છે કે આ ડબલ એન્જિનની સરકાર છે. લગભગ 20 દિવસમાં એક ડઝનથી વધુ પુલ ધરાશાયી થયા છે. ટ્રેન અકસ્માતો થયા છે. બિહારમાં અપરાધ તેની ચરમસીમા પર છે. પેપર લીક થઈ રહ્યાં છે, પરંતુ ડબલ એન્જિન સરકારના લોકો તેના પર બોલવા તૈયાર નથી. જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેઓ કહે છે કે તેજસ્વીએ આ બધું કર્યું છે. હું મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને પડકાર ફેંકું છું કે જે પણ બ્રિજ પડી ગયા છે તેની મંજૂરી, ટેન્ડર, શિલાન્યાસ અને ઉદ્ઘાટનની તારીખ જાહેર કરો. બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT