Kutch News: આવું કેવું રાજકારણ? ભાજપને તા.પં.ના પ્રમુખ-હોદ્દેદારોની નિમણૂંક કરવામાં કોંગ્રેસે આપ્યો ટેકો
Kutch News: કચ્છમાં આજે તમામ દસ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગેસ શાસિત લખપત અને અબડાસા તાલુકા પંચાયતની…
ADVERTISEMENT
Kutch News: કચ્છમાં આજે તમામ દસ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગેસ શાસિત લખપત અને અબડાસા તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષની સત્તા માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જ્યાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતા બન્ને સ્થળે ભાજપ તરફી પરિણામ જાહેર થયા હતા. કુલ 18 બેઠક ધરાવતી અબડાસા તાલુકાના પંચાયતમાં ભાજપના 8 સભ્યોને કોંગીના 2 સભ્યોએ સમર્થન આપ્યું હતું, જ્યારે લખપતમાં ભાજપની સાત બેઠકને કોંગી સભ્યોની બે બેઠકનું બળ મળતા સાત્તામાં સ્થાન મળ્યું છે.
કોંગ્રેસના બીજા ઉમેદવારને મળ્યા 0 મત
આગામી અઢી વર્ષ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. નવ સભ્ય ધરાવતી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના બે સભ્યોએ ભાજપ તરફી મતદાન કરતા ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર દયાબા જશુભા જાડેજાને નવ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનાબાઈ પડયારને સાત મત મળ્યા હતા. જોકે, કોંગ્રેસમાં એક જ જ્ઞાતિના બે ફોર્મ ભરાયા હતા જેમાં કોંગ્રેસના બીજા ઉમેદવાર સારાબાઇ ઇબ્રાહીમ કુંભારને 0 મત મળ્યા હતા.
Khodiyar Maa controversy: ‘રાક્ષસ તારું માતા ગમે ત્યારે હૃદય બેસાડી દેશે, આને દેશથી ખદેડો’- કબરાઉ બાપુ થયા આકરા
અબડાસા તાલુકાના પંચાયત પણ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવાઈ
અહી વરાડિયા બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના મહાવીર સિંહ જુવાનસિંહ જાડેજા આગામી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર થયા છે. કુલ 18 બેઠકમાં ભાજપની 8 બેઠકને કોંગ્રસના બે સભ્યોએ સમર્થન કરતા ભાજપે 10 બેઠક સાથે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. ઉપપ્રમુખ તરીકે રમીલા બેન ગજરાના નામની જાહેરાત થતાં ઉપસ્થિત મોટી સંખ્યમાં ભાજપ સમર્થકોએ નવ નિયુક્ત હોદેદારોને શુભકામનાઓ પાઠવી વિજયને વધાવ્યો હતો.
ADVERTISEMENT
અહીં કોંગ્રેસની આ હાલત જોતા કોંગ્રેસના નેતાઓ પર કેવી રીતે જનતા ભરોસો કરશે તેને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ જ્યાં સત્તા નથી તો પણ લડવું પણ નથી તેવી મનોદશામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના જ ઉમેદવારને એક પણ વોટ નહીં મળવો તે માત્ર તે નેતા માટે જ નહીં સમગ્ર કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના છે. જેને કારણે એક બાજુ એવું પણ થાય કે આના કરતા તો રાજકારણમાંથી જ બધું સમેટી લે તો સારું, આ તો કેવું રાજકારણ?
(કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT
ADVERTISEMENT