રાહુલ ગાંધીએ કેમ ગુજરાતમાં AAPનું નામ ન લીધું? જાણો સમીકરણો…
સેજલ સોનછત્રા/અમદાવાદઃ વચન આપવામાં વળી શેનો છોછ! એમાંય ચૂંટણીનો સમય હોય ત્યારે તો રાજકીય પક્ષો પ્રજાને હથેળીમાં ચાંદ બતાવવામાં કશુંય બાકી રાખતા નથી. પછી ભલે…
ADVERTISEMENT
સેજલ સોનછત્રા/અમદાવાદઃ વચન આપવામાં વળી શેનો છોછ! એમાંય ચૂંટણીનો સમય હોય ત્યારે તો રાજકીય પક્ષો પ્રજાને હથેળીમાં ચાંદ બતાવવામાં કશુંય બાકી રાખતા નથી. પછી ભલે તે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાનો ‘જુમલો’ જ કેમ ન હોય! અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થા સહિતની જાહેરાતો કરી લોકોને વિચારતા કરી મુક્યા છે. ત્યારે કોંગ્રેસ પણ જાણે આ રેસમાં પાછળ રહી ન જાય એના માટે રાહુલ ગાંધી પણ અમદાવાદ આવી વચનોની લ્હાણી કરીને ગયા હતા. ચલો આપણે જાણીએ રાહુલ ગાંધીએ આ પ્રવાસ દરમિયાન આમ આદમી પાર્ટી કે કેજરીવાલનો ઉલ્લેખ કેમ નથી કર્યો?
ગુજરાતીની જનતાને આકર્ષવાની રેસ…
ગુજરાતમાં કોંગ્રેસ 27 વર્ષથી સત્તાનો વનવાસ ભોગવી રહી છે. જોકે ભાજપનો દબદબો હજુ પણ યથાવત છે. આવામાં ભાજપના રાજકીય જનાધારને તોડવા માટે રાહુલ ગુજરાતની જનતાને 8 વચન આપીને ગયા હતા. જ્યારે બીજી બાજુ કેજરીવાલ ફ્રી વીજળી, પાણી અને શિક્ષણ મુદ્દે ગુજરાતની જનતાને આકર્ષવા મથામણ કરી રહ્યાં છે.
અત્યાર સુધી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ લડાતી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ આ વખતે મેદાનમાં ઉતરી ખુરશીની લડાઈને ત્રિકોણીય જંગ બનાવી દીધો છે. આવામાં ભાજપ સતત છઠ્ઠીવાર સત્તામાં આવવા માટે પ્રયાસ કરી રહી છે તો તેમની સામે એન્ટીઈનકમબંસીનું ફેક્ટર પણ મોટો પડકાર છે. વળી આ એટલા માટે પણ પડકાર છે કેમ કે 2017માં તેમની સીટ ઘટીને 100થી નીચે પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT
જોખમ ભાજપ અને કોંગ્રેસ બંને પર વધારે રહેશે
એવું નથી કે આનાથી જોખમ માત્ર ભાજપ માટે જ છે. આ જોખમ કોંગ્રેસ માટે પણ સૌથી વધારે છે. કારણ કે પાર્ટી પાસે ન તો મજબૂત જનાધાર બચ્યો છે કે ન કોઈ મજબૂત નેતા… તો સામે પક્ષે આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં એન્ટ્રી કરવી એટલી સરળ નથી. એનું કારણ છે કે જે ગુજરાતને મફતની ગેરેન્ટી અરવિંદ કેજરીવાલ આપી રહ્યાં છે. એ ગુજરાતને ભાજપની રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે.આવામાં 1997થી સત્તા પર બિરાજમાન ભાજપને સત્તા પરથી હટાવી શકવું એ પથ્થર ફેંકી આકાશમાં છેદ કરવા જેવું છે. રાહુલ ગાંધીએ તો એકવાર પણ આમ આદમી પાર્ટીનું નામ નથી લીધું પણ આમ આદમી પાર્ટીએ છતાંય પ્રતિક્રિયા આપી છે, આમ આદમી પાર્ટીના ખજાનચીએ કહ્યું છે કે, પહેલા કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં છે ત્યાં રાહુલ ગાંધી આ વચનો પૂરા કરે. ત્યારપછી ગુજરાતની જનતાને આવા વાયદાઓ આપે.
હવે વાત કરીએ આમ આદમી પાર્ટીને ઈગ્નોર કરવું કોંગ્રેસને કેમ ભારે પડી શકે છે? કેટલાક મહત્ત્વપૂર્ણ પાસાઓ પર નજર કરીએ…
- રાહુલ ગાંધી કદાચ AAPને ચૂંટણી મેદાનમાં સમજતા જ નથી
- ભાજપ કોંગ્રેસની જ લડાઈ છે એવું સાબિત કરવા માગે છે
- સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કૉંગ્રેસને પરિણામ મળ્યું
- 2024ને પણ AAPએ અત્યારથી ધ્યાનમાં રાખ્યું છે
- મતોનું વિભાજન થાય તો BJPનો જીતનો રસ્તો સાફ થઈ શકે
- AAPના પ્રયાસ ભાજપને નહીં પણ નબળી વિપક્ષને પછાડવા પૂરતા છે
- BJPને પણ ખ્યાલ છે કે કોંગ્રેસની નબળાઈ AAPની તાકાત બની શકે
- કોંગ્રેસનું AAP ને નજરઅંદાજ કરવું કોંગ્રેસને ભારે પડી શકે છે
આગામી ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે એ તો સમય બતાવશે. પરંતુ ગુજરાતમાં આ વખતે જંગ ખરાખરીનો જામશે એ ચોક્કસપણે નક્કી છે. કારણ કે રાજકીય પક્ષોની સાથે-સાથે ગુજરાતની જનતાને નવા આવેલા ત્રીજા પક્ષે વિચારવા માટે મજબૂર તો કરી જ દીધા છે…
ADVERTISEMENT
ADVERTISEMENT