દિલ્હીના દાવ પર કેજરીવાલે ગુજરાતમાં પાડ્યો ખેલ, કહ્યું તેઓને ગુજરાતમાં ખૂબ તકલીફ થઈ રહી છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વિધાનસભણી ચૂંટણી નજીક આવતાની સાથે નવા નવા રાજકીય દાવપેચ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. રાજ્યમાં સતત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત બહાર બનતી ઘટનાઓને પણ ગુજરાત સાથે જોડવામાં આવી રહી છે. દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાની ધરપકડ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં ખૂબ તકલીફ થઈ રહી છે.

દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકેના પદનો દુરુપયોગ કરવા બદલ અમાનતુલ્લા ખાનની શુક્રવારે મોડી રાત્રે ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અમાનતુલ્લા ખાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોમાંના એક છે, જેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત મેળવી હતી.

ભાજપ પર કર્યા પ્રહાર
અમાનતુલ્લાની ધરપકડ મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે, પહેલા તેઓએ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી. કોર્ટમાં વારંવાર પૂછવા છતાં તેઓ કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. ત્યારબાદ મનીષના ઘરે રેડ કરવામાં આવી. કંઈ મળ્યું ન હતું. હવે અમાનતુલ્લાની ધરપકડ કરવામાં આવી છે, હજુ ઘણા ધારાસભ્યોની ધરપકડ કરશે. લાગે છે કે તેઓને ગુજરાતમાં ખૂબ જ તકલીફ થઈ રહી છે.

ADVERTISEMENT

શું છે મામલો
જાન્યુઆરી 2020 માં કેન્દ્રીય એજન્સી દ્વારા AAP ધારાસભ્ય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 120B હેઠળ વકફ બોર્ડના બેંક ખાતામાં ‘નાણાકીય ઊથલ પાથલ’ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. ACB અનુસાર, ધારાસભ્ય પર આરોપ છે કે તેઓ વક્ફ બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે તેમણે 33 લોકોની ગેરકાયદે ભરતી કરી હતી. આ સિવાય વકફ બોર્ડની મિલકત ગેરકાયદેસર રીતે ભાડે આપવામાં આવી હતી. એવો પણ આરોપ છે કે બોર્ડના ખાતામાં હેરાફેરી કરીને પૈસા ઉપાડી લેવાયા હતા. આ બાબતે શુક્રવારે ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT