'સ્થળ અને સમય નક્કી કરો હું હિસાબ કરવા તૈયાર છું' કોંગી નેતા પુંજા વંશનો રાજેશ ચુડાસમાને ખુલ્લો પડકાર

ADVERTISEMENT

Junagadh News
જૂનાગઢ ન્યૂઝ
social share
google news

Gujarat Political News : જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ફરી ચર્ચામાં આવ્યા છે. રાજેશ ચુડાસમાના આભાર દર્શન કાર્યક્રમમાં તેમના દ્વારા આપવામાં આવેલ ગર્ભિત ધમકીના વિવાદિત નિવેદન પર કોંગ્રેસ નેતા લાલઘુમ થઈ ગયા છે. તેમણે રાજેશ ચુડાસમા અને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે 'ભાજપના આગેવાનોએ હિસાબ કરવો હોય તો સમય અને સ્થળ નક્કી કરો, હું સામ-સામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું.'


રાજેશ ચુડાસમાએ શું કહ્યું હતું?

લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા બાદ ગીર-સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા બેઠકના પ્રાચી મુકામે સાંસદ રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. જોકે, આ દરમિયાન ભાજપના સાંસદે સ્ટેજ પરથી સંબોધન કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું હતું કે,'છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ મને જે-જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને મૂકવાનો નથી.' 

ADVERTISEMENT

 

સાંસદના નિવેદન પર સર્જાયો હતો વિવાદ 

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના  નિવેદન બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને ચારેયબાજુ તેમના નિવેદનની ટીકા થઈ હતી. એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લાના ભાજપના કારોબારી સભ્ય અને લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણીએ પણ પોતાને રાજશે ચુડાસમાથી જીવનું જોખમ હોવાની લેખિત ફરિયાદ જિલ્લા પોલીસ વડાથી લઈને મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી કરી હતી.

ADVERTISEMENT

કોંગ્રેસ નેતાએ કર્યા ભાજપ પર પ્રહાર 

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યાના આશરે 17-18 દિવસ બાદ ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આક્રમક બન્યા છે. તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, 'હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ, સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો, સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું, કોણ ક્યાં છે એની ખબર પડે.' આપને જણાવી દઈએ કે, તાલાલા વિધાનસભાના પ્રશ્નાવડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં કોંગી નેતા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT