જૂનાગઢઃ 6 વર્ષ થયા આ હાલત ના સુધરી, રિપેરીંગની માગ સામે તંત્રની સંતાકૂકડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિકતા… ભવ્ય ઓવરબ્રિજ અને અન્ડર બ્રિજ બનાવી, ભવ્ય કાર્યક્રમો કરવાના, ભવ્ય અને દિવ્યના નામે લોકોને ગર્વ કરાવવાનો અને તેની પાછળની ખરી હકીકતો લોકો જોઈ ના શકે તેવા આંજી દેવાના. આવી જ કાંઈક હાલત છેલ્લા કેટલાક સમયથી વિવિધ રસ્તાઓ, બ્રિજ અને અંડર બ્રિજની થઈ રહી છે. એક તરફ ગુજરાતના વિકાસની વધુ એક મોટી વાત અને બીજી તરફ ગામડાઓને જોડતા કોઝ માર્ગની હાલત એવી છે કે છ વર્ષથી લોકો તેને પાડી નાખવાની માંગ કરી રહ્યા છે. પણ સાંભળનાર કોઈ નથી. 32 ગામોને જોડતા આ પુલના સમારકામ માટે લોકો આજીજી કરી રહ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી થઈ નથી. ના કરે નારાયણને કોઈ દુર્ઘટના અહીં સર્જાશે તો ત્યારે તંત્રમાંથી કોલર પકડવાના નામે કોઈ હાથમાં આવશે પણ નહીં.

ગુજરાત HCની કડકાઈઃ ‘લોકોને સારા નાગરિકની ટ્રાફિકમાં વર્તણૂક કેવી હોય તેનું ભાન કરાવો’

પેપર વર્ક થઈ રહ્યા છે તેવા જવાબો મળે છે

એક તરફ ઓવર બ્રિજ અને અંડર બ્રિજ લોકાર્પણ ચાલે છે બીજી તરફ 32 ગામોને જોડતો ક્રોઝ વે પુલ છ છ વર્ષથી તૂટેલો પડ્યો છે. અમે અત્યારે વાત કરી રહ્યા છીએ એ જૂનાગઢના બાલાગામ અને બેલા ગામને જોડતો કોઝ વે પુલની. જે અંગે સરપંચ 2018 થી રિપેરીંગ માટે માંગ કરી રહ્યા છે પણ પેપર વર્ક થઈ રહ્યાના જવાબ મળે છે પણ કોઈ જ કામ થતું નથી. 32 ગામોને જોડતો આ પુલ આ સ્થતિ વર્ષોથી આવી છે પણ સરકાર તરફથી નવો પુલ બનાવવાનું તો એક બાજુ રહ્યું જે છે એ પણ રિપેરીંગ નથી કરી આપવામાં આવતો.

જ્યારે ગુજરાતનું વિકાસનું મોડેલ લઇ અન્ય રાજ્યોમાં ચૂંટણી લડાતી હોય ત્યારે વાસ્તવિકતા શું છે એ તમે જોઈ શકો છો. આ અંગે કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ કહી રહ્યા છે કે, આ કામ મંજૂર થયેલ છે 3.80 કરોડ ખર્ચ ની મંજૂરી મળેલ છે પરંતુ આ કોઝ વે બનાવવા વધુ રકમની જરૂર પડે તેમ છે તેથી કામ રોકાયેલું છે, આ કોઝ્ વેથી ડેમ પણ નજીક હોવાથી વધુ વરસાદના લીધે ભારે સમસ્યા થઈ શકે તેમ છે તેથી આ બ્રિજને મેજર બ્રિજ બનાવવો પણ જરૂરી છે. જે અંગે પણ વિચારાણા થઈ રહી છે. પણ હાલ તો 32 ગામો છેલ્લા પાંચ છ વર્ષથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના વિકાસને છેવાડાના માનવી સુધી પહોંચાડવો જરૂરી છે પણ જો આ જ સ્થતિ હોય તો ગુજરાત મોડેલ કેટલું અસરકારક છે તે આ ગ્રામ્ય લેવલના લોકો શબ્દો પરથી સમજી શકાય તેમ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT