પત્રકારથી નેતા બનેલા જિજ્ઞેશ મેવાણી સતત રહે છે વિવાદમાં, જાણો આંદોલનકારી નેતાની અનોખી સફર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં વર્ષ 2015થી 3 નવા ચેહરા ઉભરી આવ્યા. આ 3 ચહેરા પોતાની લોક સેવાથી નહિ પણ આંદોલનથી રાજકીય માર્ગ પર આગળ આવ્યા. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનથી આંદોલનકારી રાજકારણની શરૂઆત કરી હતી અને તેની સાથે સાથે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ  મેવાણી પણ ગુજરાતને અલગ અલગ આંદોલનથી 3 યુવાનો મળ્યા. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો હાથ મૂકી ચુક્યા છે. જયારે જિગ્નેશ મેવાણી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહારે અપક્ષ ચૂંટણી લડ્યા. જિગ્નેશ મેવાણી 14મી વિધાન સભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા.

જિગ્નેશ મેવાણીની રાજકીય સફર 2009થી શરુ થઇ ચુકી હતી. વર્ષ 2009માં સુરેન્દ્રનગરમાં જમીન વિહોણા દલિતોને ગુજરાત કૃષિ જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનની ફાળવણી ન થવા મામલે આગેવાની લીધી હતી અને રાજકારણ તરફ પહેલું કદમ આગળ વધાર્યું. પરંતુ આ બધા મામલે જિગ્નેશ મેવાણી પુરી રીતે લાઇમ લાઈટમાં આવ્યો ન હતો. જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દલિત અસ્મિતા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લામાં જન્મેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પત્રકાર, વકીલ, સામાજિક કાર્યકર્તા અને હવે નેતા તરીકેની ઓળખ ધરાવે છે. તેઓ અત્યારે કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ છે.

ઉનાકાંડમાં નામના મેળવી
ગુજરાતના ઉનામાં વર્ષ 2016માં દલિતોને માર મારવાનો વિવાદ ખુબ ચર્ચામાં હતો અને આ વિવાદ મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઉનાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ દલિત અત્યાચાર સમિતિની રચના કરી અને દલિત સમાજના અનેક સંગઠનો સાથે જોડાયા.

ADVERTISEMENT

ધારાસભ્ય તરીકેની સફર
ગુજરાતમાં વર્ષ 2017માં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વડગામની સીટ અનુસૂચિત જતી માટે અનામત હતી. આ બેઠક પરથી તેમને કોઈ પણ પક્ષ સાથે જોડાણ કાર્ય વગર ઝમ્પલાવ્યું. મેવાણીએ કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને પોતાના ઉમેદવારને આ સીટ પર ન ઉતારવા અપીલ કરી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જિગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો. ભાજપના ઉમેદવાર ભાજપના વિજયકુમાર ચક્રવર્તી સામે 18 હજારથી વધુ મતે જીત હાંસલ કરી.

કોંગ્રેસમાં જોડાયા મેવાણી
ગુજરાતથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને JNUના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા રહેલા કન્હૈયા કુમાર સપ્ટેમ્બર 2021માં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં બંને યુવા નેતાઓએ પોતાની નવી રાજકીય ઈનિંગ શરૂ કરી હતી.

ADVERTISEMENT

કાર્યકારી અધ્યક્ષ
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે અલગ રણનીતિ ઘડી હતી. કોંગ્રેસે 7 કાર્યકરી અધ્યક્ષની નિમણૂંક કરી છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જિગ્નેશ મેવાણી સહિત 7ની ગુજરાત કાર્યકરી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં હતા. જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં આવી હતી.

ADVERTISEMENT

જિગ્નેશ મેવાણી અને વિવાદ

વડાપ્રધાનની સભામાં અવરોધ ઉભો કરવાની સલાહ
કર્ણાટકમાં એક સભા સંબોધતા જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, ” યુવાનોની ભૂમિકાએ હોઈ શકે કે બેંગલુરુમાં વડાપ્રધાન મોદીની રેલી થવાની છે. તેમની સભામાં ઘુસી જઈએ અને ખુરશીઓ હવામાં ઉછાળીએ. તેમના કાર્યક્રમમાં અવરોધ ઉભો કરો અને પૂછો 2 કરોડ રોજગારનું શું થયું. ? . આ મામલે જિગ્નેશ મેવાણી પર FIR દાખલ થઇ હતી.

ડબ્બો લઇ ફાળો ઉઘરાવ્યો
વડગામના ધારાસભ્ય મેવાણીએ કોરોના મહામારી સમયે ડબ્બો લઇ રસ્તા પર ફાળો ઉઘરાવતા જોવા મળ્યા હતા. અંગે મેવાણીએ કહ્યું હતું કે ‘મે મારી ગ્રાન્ટમાંથી બધા પૈસા કોરોનાના દર્દીની સારવાર માટે જરૂરી સાધનો વસાવવા માટે માંગણી કરી. સરકાર તરફથી કોઈ મદદ મળી ન હતી’. મેવાણીએ લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનું શરુ કર્યું. આ કાર્ય માટે વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ મદદ કરી રહ્યું હતું. પરંતુ આ ટ્રસ્ટનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું. મેવાણી પોતાના વિસ્તારમાં ફાળાની મદદથી ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય આરોગ્ય સુવિધા આપવા માંગતા હતા

આસામ પોલીસે કરી ધરપકડ
ગુજરાતના વડગામ બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અડધી રાત્રે આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસ પરથી ધરપકડ કરી હતી. ધરપકડનું કારણ હતું ટ્વિટ. જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી અને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેને ભગવાન માને છે. તેમણે ગુજરાતમાં કોમી અથડામણો સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ”.

મહિલા પોલીસ પર હુમલો કરવા મામલે ધરપકડ
આસામ પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વિટ કરવા મામલે ધરપકડ કરી હતી. આ મામલે જમીન મળ્યા બાદ જિગ્નેશ મેવાણીની કથિત હુમલાના કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્ય પર તેની વિરુદ્ધના નવા કેસમાં મહિલા પોલીસ અધિકારી દેબિકા બ્રહ્માએ કહ્યું કે આરોપી જિજ્ઞેશ મેવાણીને ધરપકડ પછી ગુવાહાટીના એલજીબી ઍરપોર્ટ પરથી કોકરાઝાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે બરપેટા જિલ્લામાં બપોરે સિમલાગુરી પૉઇન્ટ પરથી પસાર થતાં આરોપી જિજ્ઞેશ મેવાણીએ મારી સામે અશિષ્ટતા ભરેલા શબ્દનો ઉપયોગ કર્યો. આ મામલે ગુજરાતના ધારાસભ્ય મેવાણીની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણ માસની સજા
જિજ્ઞેશ મેવાણી તેમજ પાટીદાર નેતા અને એન. સી. પી.નાં નેતા રેશમા પટેલ સહિત દસને મહેસાણાની કોર્ટે ત્રણ માસની સજા ફટકારી હતી. વર્ષ 2017માં તેમને સરકારી મંજૂરી વગર મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ યોજવા બદલ કોર્ટે મે, 2022માં જાહેરનામાના ભંગ બદલ કસૂરવાર ઠેરવ્યાં હતાં.

છ મહિના જેલની સજા
2016માં જિજ્ઞેશ મેવાણી અને અન્ય લોકોની સામે ગુજરાત યુનિવર્સિટીના કાયદા ભવનનું નામ બદલવાની માગ સાથે એક આંદોલન કરવા બદલ IPCની કલમ 143 હેઠળ એક કેસ થયો હતો. તે કેસ અંગે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સુનાવણી બાદ જિજ્ઞેશ મેવાણી સહિત કુલ 19 લોકોને 6 મહિનાની કેદની સજા ફટકારી છે.

    follow whatsapp

    ADVERTISEMENT