Jignesh Mevani ની ચિંતામાં વધારો, સજા વધારવા સેશન્સ કોર્ટમાં અપીલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્ય, મહેસાણા : ગુજરાત વિધાનસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાથી ધાનેરા આઝાદી કૂચ યાત્રા મુદ્દે થયેલી ફરિયાદમાં મહેસાણા કોર્ટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને ચાર મહિના પૂર્વે કરેલી ત્રણ માસની સજામાં વધારો કરવા સરકારી વકીલે મહેસાણા સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સમગ્ર મામલો પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં વર્ષ 2017માં મહેસાણાથી ધાનેરા આઝાદી કૂચ યાત્રા નીકળી હતી. આ યાત્રા અંતર્ગત મહેસાણામાં બિલાડી બાગ વિસ્તારમાં પોલીસની મંજૂરી વિના યોજાયેલી સભા અંતર્ગત મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ગત 5 મે 2022ના રોજ ત્રણ મહિનાની સજા ફટકારી હતી.મહેસાણા કોર્ટે કરેલી ઉપરોક્ત સજાથી નારાજ જીગ્નેશ મેવાણી સહિતના આરોપીઓએ મહેસાણા સેશન્સ કોર્ટમાં નિર્દોષ છોડવા અપીલ કરી હતી. આ મામલે મહેસાણાના સરકારી વકીલ પરેશભાઈ દવેએ આ અપીલ સામે મહેસાણા જિલ્લા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ કોર્ટમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓની સજામાં વધારો કરવા અપીલ કરવામાં આવી હતી. હવે આ મામલે કોર્ટ 15 ઓક્ટોબરે સુનાવણી કરશે.

6 માસની સજા
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણી સતત ચર્ચામાં રહે છે ત્યારે 16 સપ્ટેમ્બરે કોર્ટે આજે 6 મહિનાની સજા ફટકારી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને બાબા સાહેબ આંબેડકરનું નામ આપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી વિજય ચાર રસ્તા પર તેઓએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. જેના કારણે પોલીસ દ્વારા જિજ્ઞેશ મેવાણી સહિત સાથીદારોની અટકાયત કરી હતી. વર્ષ 2016 માં બનેલી આ ઘટના અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે જિજ્ઞેશ મેવાણી સહિત કુલ 19 લોકોને 6 માસની દંડની સજા ફટાકારી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT