નરેશ પટેલને જયેશ રાદડિયાનો વળતો જવાબ, કહ્યું- 'હું સમય આવશે ત્યારે જવાબ આપીશ'
હાલમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. ઇફકોની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલના નિવેદનો ચર્ચામાં છે. ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે શીતયુદ્ધ વકર્યુ છે. ત્યારે હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
Jayesh Radadia vs Naresh Patel : હાલમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર રાજકારણમાં પ્રભુત્વની લડાઈ પર સૌની નજર છે. ઇફકોની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલના નિવેદનો ચર્ચામાં છે. ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે શીતયુદ્ધ વકર્યુ છે. ત્યારે હવે નરેશ પટેલે થોડા દિવસો પહેલા આપેલા નિવેદનનો જયેશ રાદડિયાએ જવાબ આપ્યો છે.
સમય આવશે ત્યારે હું જવાબ આપીશ: જયેશ રાદડિયા
નરેશ પટેલના વિવાદીત નિવેદન અંગે જામનગર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં જયેશ રાદડિયાએ વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. હું ઘરનો જ માણસ છું. ઘરની વાત હંમેશા ઘરમાં રાખી છે તેમાં બે મત નથી. બાકી સમય આવશે ત્યારે હું જવાબ આપીશ.
જયેશ રાદડિયા વિરૂદ્ધ મતદાન કરવાની પત્રિકા વાયરલ થઈ હતી!
એવી ચર્ચાઓ પણ ઉઠી હતી કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ છે. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હોવાની ચર્ચા છે. તો જયેશ રાદડિયાએ નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી દીધી. તો સામે પક્ષે ખોડલધામ તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે 'જયેશ રાદડિયા અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ નથી.'
ADVERTISEMENT
નરેશ પટેલ શું બોલ્યા હતા?
પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, 'જયેશ રાદડિયા સામે મને કોઇ વાંધો નથી. તે પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ તેમની સાથે ઉભા છે. એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થયુ એવું મને લાગે છે. ખોડલધામના 500થી વધારે કન્વિનરો છે દરેક વ્યક્તિગત રીતે સ્વતંત્ર છે. ત્યારે દરેક બાબત સાથે ખોડલધામનું નામ જોડવું યોગ્ય નથી. જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે અમારે તે કરવું પડે છે અને એમાં અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પરંતુ જે રહેશે તેમને સપોર્ટ કરીશ. ખાસ એ કેહવું છે કે, આપણા દેશના લોહ પુરુષ એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો. પણ આજે મારે અફસોસથી કહેવું પડે છે કે, આજે અમે જ વાત ઘરમાં નથી રાખી શકતા.'
નરેશ પટેલે વધુમાં કહ્યું હતું કે, 'ખોડલધામ તરફથી કોઇ રાગ નથી કે દ્વૈષ નથી, જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે અમે પાટીદાર તો દરેક સમાજ સાથે રહીએ છીએ તો ઘરમાં તો સમાધાન જ હોય. જયેશ રાદડિયા સામે મને કોઇ વાંધો નથી. તે પાટીદાર સમાજના યુવા નેતા છે અને તેમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે. એ ઇતિહાસ કોઇને ભૂલવાની જરૂર નથી અને અત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે અમે સાથે ઉભા રહીશું.'
ADVERTISEMENT
ADVERTISEMENT