MP મનસુખ માંડવિયા સામે જવાહર ચાવડાએ બાંયો ચડાવી! 24 કલાક બાદ વધુ એક વીડિયોથી કર્યા પ્રહાર

ADVERTISEMENT

જવાહર ચાવડાની તસવીર
Jawahar Chavda
social share
google news

Junagadh Politics: લોકસભા ચૂંટણી બાદ ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડાએ ફરી એકવાર વીડિયો પોસ્ટ કરીને પોરબંદરથી ભાજપના સાંસદ મનસુખ માંડવિયાને પડકાર ફેંક્યો છે અને પોતાના કાર્યકાળ દરમિયાન ભાજપ માટે કરેલા કાર્યો ગણાવ્યા હતા.

જવાહર ચાવડાનો વધુ એક વીડિયો સામે આવ્યો

જવાહર ચાવડાએ 24 કલાક બાદ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, ડાર્ક ઝોન , બીપીએલ કાર્ડ સહિતની કામગીરીથી સરકારને ઝૂંકવું પડ્યું હતું. સરકારે તે અંગે વિધાનસભામાં સત્તાવાર જાહેરાત કરવી પડી હતી. આનંદીબેન પટેલ અને નીતિન પટેલ સમગ્ર કાર્યક્રમથી વાકેફ છે. નીતિનભાઈએ સ્વીકાર્યું હતું કે, ડાર્કઝોન હટ્યું છે તેના પાયામાં જવાહર ચાવડા છે. આ કદાચ મનસુખભાઈ માંડવીયાને નહીં ખબર હોય. કોઈ પક્ષ કે કોઈ વિપક્ષની મદદ વગર માત્ર જવાહર ચાવડાએ જ આંદોલન કર્યા હતા. 

કોંગ્રેસે જવાહર ચાવડાની નારાજગી પર શું કહ્યું?

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગરની મુલાકાતે આવ્યા. દરમિયાન તેમણે પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવાહર ચાવડાને લઈને કહ્યું કે, ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી કશું કહે તો અવાજ દબાવાનો આ ભાજપની વૃત્તિ છે. આ હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે. હજુ ઘણા ખરા નેતાઓ સામે આવશે. 

ADVERTISEMENT

મનસુખ માંડવિયાના નિવેદન બાદ ચગ્યો વિવાદ

નોંધનીય છે કે, પોરબંદરના સાંસદ મનસુખ માંડવડિયાએ એક કાર્યક્રમમાં નામ લીધા વગર કહ્યું હતું કે, જે લોકો પોતાના નામ પાછળ ભાજપ લગાવીને ફરતા હોય તેમણે ભાજપ માટે કામ કરવું જોઈએ. જેના જવાબમાં જવાહર ચાવડાએ એક વીડિયો વાઈરલ કરીને મનુસખ માંડવિયા પર પ્રહાર કર્યા હતા. સાથે જ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી ભાજપની પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

ADVERTISEMENT

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT