ઇસુદાને આફતને બદલી અવસરમાં, દિલ્હીના દાવ પર ગુજરાતમાં રમી રમત
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે. સરકાર હોય કે વિપક્ષ કોઈ પણ આફતને અવસરમાં…
ADVERTISEMENT
નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે. સરકાર હોય કે વિપક્ષ કોઈ પણ આફતને અવસરમાં બદલવાનો મોકો નથી મુકતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો છે. 20-20 કરોડમાં ધારાસભ્ય ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે ઇસુદાન ગઢવીએ આ આફતને અવસરમાં બદલી અને ગુજરાતીઓને કોંગ્રેસ કે ભાજપને મત ન આપવા કરી અપીલ.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીણી સરકાર ઊઠલાવવાના પ્રયત્નને લઈને ગુજરાતમાં ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તેમઆ જણાવ્યું કે દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ થયું છે અને આમ આદમી પાર્ટીના ઈમાનદાર ધારાસભ્યોએ ભાજપનું ઓપરેશન લોટસ ફેલ કર્યું છે.
ગુજરાત પર શું થશે અસર?
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસ 88 બેઠક મેળવી હતી ત્યારબાદ 2022 સુધીમાં દર વર્ષે વિધાસભ્યની ચૂંટણી યોજાઇ છે. 5 વર્ષમાં કોંગ્રેસના ધારાસભ્યની સંખ્યા સતત ઘટતી રહી અને ભાજપ બે આંકડાની બેઠકની સંખ્યામાંથી 3 આંકડો પાર કરવામાં સફળ રહી. લોકો હવે કોંગ્રેસ પર વિશ્વાસ કરવાનું જોખમ લેતા પહેલા વિચારશે જ્યારે દિલ્હીના ધારાસભ્યોએ 20 કરોડ ન લીધા તો તેમના ધારાસભ્યો પક્ષ અને જનતાને વફાદાર છે તે મેસેજ લોકોને આપવાનો પ્રયત્ન કર્યો છે. લોકોને વિચારવા મજબૂર કર્યા છે.
ADVERTISEMENT
દિલ્હીના ખભે ફોડી બંધુક
દિલ્હી સરકાર તોડવાના પ્રયત્નને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સફળ થવા નથી દીધો ત્યારે આ વાતને ઇસુદાન ગઢવીએ દિલ્હીના ખભે બંધુક રાખીને ગુજરાતની જનતાને કહ્યું કે 20 – 20 કરોડ આપી ધારાસભ્યો ખરીદી રહ્યા છે. સીબીઆઇએ આની તપાસ કરવી જોઈએ. ગુજરાતના લોકો ભાજપને નફરત કરી રહ્યા છે અને તમે શું કરો છો? અહી તમે કોંગ્રેસના ધારાસભ્યો ખરીદો છો. મંત્રી બનાવો છો. અને ફરી ઉતારો છો. સમાજના નામે મંત્રી બનાવો છો. કરોડોનો વવાહીવત કરો છો. ભાજપના ધારાસભ્યોની તપાસ નથી થતી. આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છો કે ધારાસભ્યો તોડી રહ્યા છો?.
આફતને અવસરમાં બદલી
ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભ્રસ્ટ ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાની લાખો કોશિશ કરી પણ તૂટયા નથી. એ જ સાબિતી છે કે કેજરીવાલના સૈનિકો જનતા માટે વફાદાર છે. કરોડો રૂપિયા તેમના માટે મહત્વ નથી. ગુજરાતની જનતાને અપીલ કરી કે ભાજપ આજ ધંધો કરે છે. આ વખતે ભાજપ ને 20 સીટ વધવા ના દેતા જો 40 આવશે તો આ પ્રયત્ન ફરી કરશે અને કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ના આવવા દેતા. દિલ્હીમાં 20 ધારાસભ્ય હોત તો જતાં રહ્યા હોત. ભાજપ અને કોંગ્રેસની 20 સીટ ના વધે તેનું ધ્યાન રાખજો. આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી આપજો અને ભાજપ તથા કોંગ્રેસને મળીને 50 બેઠક ન થાય તે જોજો.
ADVERTISEMENT
ADVERTISEMENT