Ishudan Gadhvi એ કોંગ્રેસના વચન પર કર્યા પ્રહાર, ભાજપ સત્તામાંજ કોંગ્રેસના કારણે રહી
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતના ચૂંટણીમાં મેદાન મારવા માટે રાજકીય પક્ષો દ્વારા લોકોને પોતાના તરફ કરવા માટે વિવિધ જાહેરાતો કરવામાં આવે છે.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતના ચૂંટણીમાં મેદાન મારવા માટે રાજકીય પક્ષો દ્વારા લોકોને પોતાના તરફ કરવા માટે વિવિધ જાહેરાતો કરવામાં આવે છે. જેમાં આજે congressએ ખેડૂતોને 3 લાખ સુધીનું દેવું માફ કરવાનું વચન આપ્યું . આ સાથે 10 કલાક વીજળી ફ્રી આપવાની વાત કરી છે ત્યારે આ જાહેરાત પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીએ કોંગ્રેસની જાહેરાત પર પ્રહાર કર્યા છે.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ પર વિશ્વાસ કોણ કરશે? 27 વર્ષ સુધી કોંગ્રેસને ખેડૂતોએ તક આપી, છતાંય કોંગ્રેસે ખેડૂત માટે શું કર્યું? ખેડૂતોની પાક વીમાં કંપનીએ કરોડો રૂપિયા ઉલેચીને ભાજપના મળતીય લઈ ગયા ત્યારે પણ ચૂપ રહી. અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જે વચન આપ્યું એ નેતાઓ આવતી કાલે ભાજપમાં નહીં હોય તેની શું ગેરેન્ટી છે. એટલે ખેડૂતોને ભ્રમિત કરવાનું રહેવા દો. કોંગ્રેસની બે રાજ્યમાં સરકાર છે. જ્યારે આપડે કોઈ વાયદો કરતાં હોય એ ત્યારે ક્યાં વચન પૂરું કર્યું છે એ તો નક્કી કરો.
ગેરેન્ટી આપી રહી છે અમે કોઈ વચનો નથી આપ્યા
ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસે 10 કલાક અનકટ વીજળી આપવી જોઈએ. રાજસ્થાન અને છત્તીસગઢમાં કેટલાય ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. જ્યારે દેવા માફીની વાત કરી હતી ત્યારે દેવા માફ તો થયા નથી. કોંગ્રેસ જે બોલે છે એ કઈ કરવાની નથી અને જે નેતા બોલે છે તે પણ આવતી કાલે ભાજપમાં બેઠા હશે. 78 માંથી 64 ધારાસભ્ય કોંગ્રેસ પાસે રહ્યા છે. મોટાભાગના નેતા ભાજપમાં જતાં રહ્યા છે. એ બધા એવા હતા જે વચનો જ આપતા હતા. મને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતો ભ્રમિત નહીં થાય. ખેડૂતો માટે, મહિલા માટે ,બેરોજગાર માટે તમામ માટે આમ આદમી પાર્ટી ગેરેન્ટી આપી રહી છે અમે કોઈ વચનો નથી આપી રહ્યા. અને જો ખેડૂતો માટે કોંગ્રેસને એવું હોય તે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરી બતાવો.
ADVERTISEMENT
ભાજપ સત્તામાં જ કોંગ્રેસના કારણે રહી છે
અમે દિલ્હીમાં વીજળી ફરીનું વચન આપ્યું તે દિલ્હીમાં કરી બતાવ્યું, પંજાબમાં કરી બતાવ્યું પછી ગુજરાતમાં કહ્યું. જ્યારે તમે વચન પૂર્ણ કર્યા હોઈ ત્યારે વિશ્વાસ કરે. ભાજપની 15 લાખની જેમ કોંગ્રેસ વચનો આપે છે. ભાજપ સત્તામાં જ કોંગ્રેસના કારણે રહી છે નહિ તો 27 વર્ષ સુધી ભાજપ સત્તા પર ક્યારે પણ ના રહે. પરંતુ કોંગ્રેસે જેટલા જેટલા જરૂર પડતાં હતા તેટલા ધારાસભ્ય સપ્લાય કરતાં રહી અને ભાજપ સત્તામાં રહી. ભાજપ અને કોંગ્રેસની મિલીભાગત છે. આમ આદમી પાર્ટી સાથે ખેડૂતો રહેવાના છે ખેડૂતો ભ્રમિત થવાના નથી. ખેડુતોનો કોઈ એક જો કામ કરી શકે એવી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે.
ખેડૂતોને કરી અપીલ
મારી ખેડૂતો થી વિનંતી છે કે તમે ભ્રમિત થતા નહિ, કોંગ્રેસ વાળા અત્યારે તમારી પાસે મત માંગવા આવશે અને પછી ભાજપ માં જતા રહેશે. ગોવા અને બીજા રાજ્યોમાં પણ એવું જ થયું છે, એટલે કોઈ કોંગ્રેસ પર વિશ્વાસ કરતા નહિ. ભાજપ નો આખો એજન્ડા છે, જે ભાજપ વાળા બોલે છે એ જ કોંગ્રેસ વાળા બોલી રહ્યા છે. એટલે મને વિશ્વાસ છે કે ખેડૂતો કોંગ્રેસ પર વિશ્વાસ નહિ કરે અને સત્ય નો સાથ આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT