'છેલ્લી 2 ટર્મથી આપણા એકપણ મિનિસ્ટર નથી, કારણ કે...', IPS અભય ચુડાસમાનું રાજકીય નિવેદન

ADVERTISEMENT

IPS Abhay Chudasma Political Statement
IPS અભય ચુડાસમાનું મોટું નિવેદન
social share
google news

IPS Abhay Chudasma Political Statement : IPS અભય ચુડાસમાનું નામ ગુજરાતના મોટાભાગના લોકો જાણતા હશે. IPS અભય ચુડાસમા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે હીરો ગણાતા અને ગુજરાત પોલીસ વિભાગમાં કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. ત્યારે હવે સામાજિક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું કે, 'સરકારમાં આપણા કારડીયા સમાજના એક પણ મિનિસ્ટર નથી. ગુજરાતમાં આપણા કારડીયા સમાજના 4 ધારાસભ્ય હોવા જોઇએ હાલ માંડ 2 ધારાસભ્ય છે. ગુજરાતમાં આપણા કારડીયા સમાજના 2 ધારાસભ્ય માંડ માંડ જીતે છે કારણ કે આપણામાં એકતા નથી. એના મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ. આપણે એક ન હોવાથી આવું થઇ રહ્યું છે. આપણો સમાજ શક્તિશાળી છે.' IPS અભય ચુડાસમાના આ નિવેદન બાદ તેના રાજકારણમાં જોડાવાના સંકેત હોવાનું ઘણા લોકો માની રહ્યા છે.

જણાવી દઈએ કે, શૈક્ષણિક સેમીનાર અને કારડીયા રાજપૂત સમાજની કન્યાઓ માટે બની રહેલા શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં અધિક પોલીસ મહાનિર્દેશક અભયસિંહ ચુડાસમા, આઇએએસ રણજીતસિંહ બારડ, ભવાનીસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અભયસિંહ ચુડાસમાએ આ નિવેદન આપ્યું હતું.

'છેલ્લી 2 ટર્મથી આપણા એકપણ મિનિસ્ટર નથી'

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે અભય ચુડાસમાએ સામાજિક કાર્યક્રમમાં રાજકીય નિવેદન આપ્યું છે. અભય ચુડાસમાએ કહ્યું કે, 'મારા ડિપાર્ટમેન્ટમાં 34 વર્ષ પૂરા થવા આવ્યા છે. આજ દિન સુધી એવું કદી નથી બન્યું કે કોઈપણ સરકારમાં આપણા મિનિસ્ટર ના હોય. પરંતુ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે. કારણમાં ઉતરો એટલે બધી ખબર પડશે. આપણી સંખ્યા જોતા આપણા 4 ધારાસભ્ય જીતવા જોઈએ. પણ માંડ માંડ બે આવે છે. બેથી વધતા નથી કદી. તેનું કારણ શું. તેનું કારણ એ છે કે આપણે એક નથી.'

ADVERTISEMENT

'આપણે પક્ષમાં અને પ્રદેશમાં વહેંચાયેલા છીએ'

અભય ચુડાસમાએ કહ્યું કે, 'દરેક જગ્યાએ આપણે પક્ષમાં, પ્રદેશમાં વહેંચાયેલા છીએ. કોઈ કહે કોડીનારના, કોઈ કહે ભાવનગરના, કોઈ કહે અમે આ ઘોળ વાળા... જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કારડીયા છીએ. આજ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં.'

'આપણે ઘમંડી છીએ, તેના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે'

અભય ચુડાસમાએ કહ્યું કે, 'મેં સમાજમાં મોટામાં મોટી બદી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિ ગત ઈગો અભિમાન. આપણે બીજી કોમ કરતા ઘમંડી લોકો છીએ. એના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે. આ એક માત્ર કારણ છે. આપણો સમાજ શક્તિશાળી છે. જિલ્લે જિલ્લે આવા સંકુલ ઉભા કરી શકે છે.'

ADVERTISEMENT

વઢવાણમાં 10 કરોડના ખર્ચે નવુ સંકુલ બનશે

સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા રૂ.10 કરોડના ખર્ચે વિશાળ શૈક્ષણિક સંકુલ ઉભુ કરવામાં આવી રહ્યુ છે. વઢવાણ બોડા તળાવ પાસે કન્યા છાત્રાલય બિલ્ડીંગ ઉભી કરવામાં આવી રહી છે. આ ઇમારતમાં ચાર માળની બનાવાશે, જેમાં 200થી વધુ રૂમો તૈયાર કરાવાયા છે. જેમાં ગુજરાત રાજ્યની 1000થી વધુ કન્યાઓ આવાસમાં રહીને અભ્યાસ કરશે. આ શૈક્ષણિક સંકુલનુ ખાતમુહુર્ત ગત 11 ઓગસ્ટ 24ના રોજ કરાયું હતું.

ADVERTISEMENT

જણાવી દઈએ કે, અભય ચુડાસમા હાલ ગાંધીનગર ખાતે આવેલા કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ ઓફ ધ સ્ટેટ પોલીસ ટ્રેનિંગ સેન્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT