Amit Chavda નો સરકાર પર આરોપ, OBC સમાજને બજેટ ફાળવણીમાં અન્યાય
અમદાવાદ: સામાન્ય રીતે ચૂંટણી નજીક આવે આટલે જ્ઞાતીના સમીકરણો ગોઠવાવા લાગે છે. આ ચૂંટણીમાં પણ આ સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ટિકિટ ફાળવણીથી લઈને વિવિધ…
ADVERTISEMENT
અમદાવાદ: સામાન્ય રીતે ચૂંટણી નજીક આવે આટલે જ્ઞાતીના સમીકરણો ગોઠવાવા લાગે છે. આ ચૂંટણીમાં પણ આ સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ટિકિટ ફાળવણીથી લઈને વિવિધ મુદ્દા પર જ્ઞાતીની માંગો પણ સામે આવવા લાગે છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ Amit Chavda એ OBC સમાજને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે રાજ્યની 52 ટકા વસ્તી ધરાવતા બક્ષીપંચ સમાજ માટે અલગ થી વિભાગ બનાવવામાં આવ્યો છે. આ સમાજને પૂરતા પ્રમાણમાં જે બજેટ મળવું જોઈએ તે સરકાર નથી આપતું.
બજેટ ફાળવવામાં પણ ભેદભાવ
ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત ચાવડાએ OBC સમાજને લઈ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યની 52 ટકા વસ્તી બક્ષીપંચ સમાજની, 7 ટકા વસ્તી દલિત સમાજની, 14 ટકા વસ્તી આદિવાસી સમાજ ની અને 9 ટકા વસ્તી લઘુમતી સમાજની છે. આ સમાજના લોકો સરકારી તિજોરીમાં મોટા પ્રમાણમાં ટેક્સ જમા કરે છે. ભાજપના સાશકો તેમની વિચારધારા મુજબ આ ચારેય સમાજ સાથે વ્યાપક અન્યાય કરે છે. ભેદભાવ કરે છે. બજેટની ફાળવણીમાં પણ અન્યાય થાય છે.
સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવે છે તેમાં રાજ્યની 52 ટકા વસ્તી ધરાવતા બક્ષીપંચ સમાજ માટે અલગ થી વિભાગ બનાવવામાં આવ્યો છે. આ સમાજને પૂરતા પ્રમાણમાં જે બજેટ મળવું જોઈએ તે સરકાર નથી આપતું. 2017-18 માં 1120 કરોડ, 18-19 માં 1800 કરોડ, 2019-20 માં 1900 કરોડ, 2020-21 માં 1900 કરોડ, છેલ્લા બજેટમાં 2100 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બજેટ સામે 1 ટકો રકમ પણ નથી ફાળવવામાં આવતી
દર વર્ષે રાજ્ય સરકારનું જેટલું બજેટ બને છે તેની સામે 52 ટકા વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે તેમાંથી 1 ટકો રકમ પણ ફાળવવામાં આવતી નથી. બિન અનામત આયોગ કોર્પોરેશનને 500 કરોડની દર વર્ષે જોગવાઈ તેની સામે ઠાકોર કોળી વિકાસ નિગમને 2020-21ના વર્ષે ફક્ત 19 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT