સૌરાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઘટવાના એંધાણ, ચૂંટણી ટાણે જ લગ્ન પ્રસંગોનો ધમધમાટ!

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં 1 ડિસેમ્બર 2022ના દિવસે પહેલા તબક્કાનું મતદાન જુનાગઢ-ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રે થવાનું છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અને રાજકીય નિષ્ણાંતોએ એવો દાવો કર્યો છે કે આ સમયે મતદાનની ટકાવારીમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે 1 અને 2 ડિસેમ્બરે જુનાગઢ અને ગીર સોમનાથ પૈકી જિલ્લામાં અઢળક લગ્ન પ્રસંગો છે. જેની સીધી અથવા આડકતરી અસર મતદાન પર પડી શકે છે.

જુનાગઢ અને ગીરસોમનાથમાં લગ્ન પ્રસંગો વધુ
મીડિયા અહેવાલ પ્રમાણે જુનાગઢ અને ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગોની સંખ્યા વધુ હોવાની માહિતી મળી રહી છે. એટલું જ નહીં અહીં દરેક વર્ષે દીવાળી પછીના લગ્નમુહૂર્તો વધારે જોવા મળે છે. અત્યારે બસોના બુકીંગથી લઈ વાડીઓમાં પણ લગ્નનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન રાજકીય નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે કે મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાઈ શકે એવા એંધાણ છે.

ADVERTISEMENT

સરકારી કર્મચારીઓ ઈલેક્શન ડ્યૂટીમાં…
ચૂંટણીની તારીખો જાહેર થતા અને એકબાજુ લગ્ન પ્રસંગો હોવાથી સરકારી કર્મચારીઓ પણ સગા સંબંધીના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. આ દરમિયાન તેમને ચૂંટણી ફરજ પર રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામી ગયો છે, અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જનતાને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. તેવામાં હવે કોની સરકાર બનશે એ આગામી કેટલાક સમયમાં સામે આવી જશે.

    follow whatsapp

    ADVERTISEMENT