Election 2022- પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ: વિજય રૂપાણી

ADVERTISEMENT

vijay rupani
vijay rupani
social share
google news

અમદાવાદ: ગુજરતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતમાં નેતાઓના પ્રવાસ સતત શરૂ થઈ ગયા છે ત્યારે શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને મીડિયા સાથે વાતચીત કરી હતી અને 2022ની ચૂંટણી પર મોટુ નિવેદન આપ્યું હતું.

અંબાજી મંદિર ખાતે વિજય રૂપાણી પોતાના પરિવાર સાથે આવ્યા ત્યારે ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, નહી આપે તો નહી લડુ ચૂંટણી. હુ પાર્ટીનો કાર્યકર્તા છું. 2022 મા ફરીથી ભાજપ સત્તા પર આવે તેવી પ્રાર્થના કરું છું.
પાટિલ અને રૂપાણી વચ્ચેનો વિખવાદ જાહેરમાં દેખાઈ ચૂક્યો 
ગુજરાતમાં કોરોનાના કપરા સામે બાદ ગુજરાતના રાજકારણમાં અચાનક ભૂકંપ આવ્યો હતો અને વિજય રુપાણીએ  મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. ગુજરાતને નવા મુખ્યમંત્રી મળ્યા અને  રૂપાણીનું આખે આખું કેબિનેટ પણ રૂપાણી સાથે પડતું મૂકવામાં આવ્યું હતું. અનેક વખત વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ વચ્ચેનો અણબનાવ સામે આવ્યો છે ત્યારે હવે રૂપાણીને ચૂંટણી લડાવશે કે કેમ તે સવાલ સામે વિજય રૂપાણીએ જવાબ આપી દીધો છે.
પાટીલ શું કરશે નિર્ણય? 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિજય રૂપાણીના ચૂંટણી લડવા અંગેના નિવેદનથી અનેક સવાલો ઊભા થયા છે. વિજય રૂપાણીને જો ટિકિટ ન આપવામાં આવે તો ફક્ત કાર્યકર્તા જ બની રહેશે? પાટિલ 15 મી વિધાનસભા માટે પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે ત્યારે હવે નવી વિધાનસભામાં તે રૂપાણીને સભ્ય કે અન્ય હોદા પર જોવા મળે માંગે છે કે નહીં તે જોવાનું રહ્યું .
વિથ ઈનપુટ: શક્તિસિંહ રાજપૂત, અંબાજી 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT