ઈડર બાદ શિક્ષકોએ મહિસાગરમાં પણ તમામ તાલુકામાં કર્યા મૌન ધરણાઃ તંત્રના હાથેથી મામલો સરકતો
વીરેન જોશી.મહિસાગરઃ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ માંગણીઓને લઈને આપેલી ખાતરી બાદ માંગણીઓનો હલ ન થતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદેદારો દ્વારા…
ADVERTISEMENT
વીરેન જોશી.મહિસાગરઃ ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ માંગણીઓને લઈને આપેલી ખાતરી બાદ માંગણીઓનો હલ ન થતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના હોદેદારો દ્વારા શિક્ષણને અસર ન થાય તેવી રીતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેના ભાગરૂપે આજે ગુજરાત રાજ્ય શેક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ અનુસાર મહિસાગર જિલ્લાના તમામ તાલુકામાં મૌન ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર ખાતે એસ પી હાઇસ્કુલના મેદાનમાં મૌન ધરણા કર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આવો જ એક મૌન ધરણાનો કાર્યક્રમ સાબરકાંઠાના ઈડરમાં પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે. પડતર માગણીઓ નહીં સંતોષાતા શિક્ષકોમાં અસંતોષ જોવા મળ્યો છે. આ મામલો જાણે કે તંત્રના હાથથી સરકતો દેખાઈ રહ્યો છે. તંત્રએ જલ્દી જ વાટાઘાટો કરી યોગ્ય નિવેડો લાવવો જરૂરી બન્યો છે.
કેમ રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ છેડયું છે આંદોલન
આંદોલન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની વિવિધ માગણીઓ સંદર્ભે વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓની જે સ્વીકારવામાં આવી હતી. જેનો આજદિન સુધી કોઈ ઠરાવ કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી અને જે સંદર્ભે અગાઉ વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ ઉકેલ ન આવતા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, તે પણ સરકારને સૂચિત કર્યું છે. તેમ છતાં માંગણીઓ ન સ્વીકારતા સમગ્ર રાજ્યમાં તમામ તાલુકા કક્ષાએ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને જેમાં આજે મૌન ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
બગોદરા અકસ્માતના 10 મૃકો પૈકી 4 ની મહિસાગરમાં સાથે ઉઠી અર્થીઃ ગામ હિબકે ચઢ્યું
શું છે માંગણીઓ
રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની વિવિધ માંગણીઓ છે જેમાં (૧) બાળકોના શિક્ષણ અર્થે શિક્ષકો અને ગ્રંથપાલની નિયમિત ભરતી (૨) જુના શિક્ષકોની ભરતી (૩) વહીવટી કર્મચારીઓની બઢતી અને ભરતી (૪) જૂની પેન્શન યોજના ચાલુ કરવી તેવી માગોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી માંગણીનો હલ ન કરવામાં આવતા જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા દ્વારા સંઘના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા આપવામાં આવતી બાહ્ય વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને આવનાર સમયમાં શિક્ષકો બાળકોનો અભ્યાસ બગડે નહીં તે રીતે આંદોલન ચાલુ રાખવામાં આવશે અને હવેના આંદોલન કર્યક્રમ કાળા કપડાં પહેરી સ્કૂલમાં જઈને અનોખો વિરોધ કરી સરકારને માંગણીઓ સંતોષવા જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT