ગુજરાતના પડકારોને કેવી રીતે તકમાં પરિવર્તીત કર્યા! ભૂપેન્દ્ર પટેલે જણાવ્યો ચૂંટણી એજન્ડા
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જનતા કોને તેમના આશીર્વાદ આપશે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જનતા કોને તેમના આશીર્વાદ આપશે તે તો સમય જ બતાવશે, પરંતુ આની પહેલા ગુજરાતના રાજકીય મૂડને સમજવા AAJ TAKએ અમદાવાદમાં ‘ગુજરાત પંચાયત’નું મંચ શણગાર્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો અને ગુજરાતના વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત આજે દેશના વિકાસ માટે રોલ મોડેલ છે. ગુજરાતને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં પીએમ મોદીનો મોટો ફાળો છે. નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્રથી ગુજરાતનો વિકાસ થયો છે. સતત વિકાસના કારણે અમારી પાર્ટીને સૌથી વધુ સમર્થન મળી રહ્યું છે. અમારા માટે ગુજરાતના નાગરિકો મતબેંક નથી. ગુજરાતે સતત વિકાસ કર્યો છે અને સામે આવતા પડકારોને તકોમાં રૂપાંતરિત કર્યા છે.
ડબલ એન્જિન સરકારે લોકોનો સર્વાંગી વિકાસ કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ કારખાનાઓ ધરાવતું રાજ્ય છે. તેમણે કહ્યું કે ગુજરાત સૌથી વધુ રોજગાર પેદા કરતું રાજ્ય છે. નેશનલ સ્ટાર્ટઅપમાં બેસ્ટ પર્ફોર્મર તરીકે પસંદ કરાઈ ચૂક્યું છે. પીએમ નરેન્દ્ર મોદીની મહેનતના કારણે રાજ્યમાં ડબલ એન્જિન સરકારના કારણે સમાજના તમામ વર્ગો આગળ વધ્યા છે. ગુજરાતની ચૂંટણીના કારણે ગુજરાતનું વિકાસ મોડલ ફરી એકવાર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે.
ADVERTISEMENT
PM મોદીએ વિકાસ યાત્રા આગળ વધારી- મુખ્યમંત્રી
તેમણે કહ્યું કે, 20 વર્ષ પહેલા ગુજરાતમાં રાજકીય, આર્થિક અને સામાજિક અસ્થિરતા હતી, પરંતુ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાત શિસ્તબદ્ધ બન્યું છે. અને સતત વિકાસ યાત્રા તરફ આગળ વધ્યું છે. આ જ કારણ છે કે ગુજરાતની જનતા અમારી પાર્ટીને પ્રેમ આપી રહી છે. ગુજરાતની જનતા અમારા માટે વોટબેંક નથી, પરંતુ વિકાસમાં ભાગીદાર છે. તેથી જ દરેક ગુજરાતી કહે છે કે અમે ગુજરાત બનાવ્યું છે. ગુજરાતે તેના પડકારોને તકોમાં પરિવર્તિત કર્યા છે.
ADVERTISEMENT