તિરંગા યાત્રામાં વડોદરાના મેયર પર બગડ્યા હર્ષ સંઘવી, કેમેરા સામે કહી દીધું, 10 ફૂટ દૂર રહો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત આજે વડોદરામાં ભાજપની તિરંગા યાત્રા જોડાયા હતા. જેમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિતનાના આગેવાનો જોડાયા હતા. જોકે તિરંગા યાત્રા દરમિયાન ભીડ વધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના મેયર પર મિજાજ ગુમાવ્યો હતો અને તેમને 10 ફૂટ રહેવા કહી દીધું હતું.

તિરંગા યાત્રામાં ભીડ વધતા નેતાઓ લાલચોળ
વડોદરામાં આજે પોલોગ્રાઉન્ડથી સૂરસાગર તળાવ સુધી ભાજપના નેતાઓ તિરંગા પદયાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રામાં નાગરિકો પણ સામેલ થયા હતા. જોકે આ દરમિયાન ભીડ વધી જતા નેતાઓ લાલચોળ થઈ ગયા હતા. તિરંગા યાત્રામાં વડોદરાના મેયર એકદમ નજીક આવી જતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુસ્સામાં તેમને 10 ફૂટ દૂર રહેવા સંભળાવી દીધું હતું.

રાજ્ય સરકારના મંત્રીઓ રેલીમાં જોડાયા
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

સવારે ઘાટલોડિયામાં CMએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું
નોંધનીય છે કે હર ઘર તિરંગા અભિયાન હેઠળ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા આજે સવારે અમદાવાદના ઘાટલોડિયામાં પણ મુખ્યમંત્રીએ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા ખાસ તિરંગાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ અંગે શાળાના શિક્ષકો સાથે ગુજરાત તકે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે શાળાએ 1551 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ બનાવી આ રેલીનું આયોજન કર્યું હતું. જેનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT