હર્ષ સંઘવીએ ફરી ગોપાલ ઇટાલીયાને આપ્યો વળતો જવાબ, કહ્યું જેવા જેના વિચારો તેવી તેની વાણી
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આપી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. રાજ્યમાં દિગજ્જ નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. સભાઓ ગુંજવા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આપી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. રાજ્યમાં દિગજ્જ નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. સભાઓ ગુંજવા લાગી છે. ત્યારે ગોપાલ ઇટાલિયાના ડ્રગ્સ સંઘવીના નિવેદન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી પ્રહાર કર્યો છે. તેણે કહ્યુંકે , જેવા જેના વિચારો તેવી તેની વાણી.
દેશભરના યુવાનોનું ભવિષ્ય બગડતા બચાવ્યું
રાજ્યમાં ગણેશ ઉત્સવ જોર જોરથી ઉજવાઇ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પારલે પોઈન્ટ ગણપતિજીના દર્શને પગપાળા પહોંચ્યા હતા. આ દરમિયાન સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર વળતો પ્રહાર કર્યો છે. ભાવનગરમાં ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યું હતું. આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. હર્ષ સંઘવીએ ફરી એક વાર ગોપાલ ઇટલીયા પર ફરી પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, હર્ષ સંઘવી ડ્રગ પકડનાર વ્યક્તિ છે. દેશભરમાં ડ્રગનું નેટવર્ક તૂટ્યું છે. ગુજરાત પોલીસે દેશભરના યુવાનોનું ભવિષ્ય બગડતા બચાવ્યું છે. ડ્રગ મામલે ખોટી રાજનીતિ ન કરવી જોઈએ.
પંજાબ ડ્રગ્સનું કેપિટલ
પંજાબમાં હાલ કોની સરકાર છે? આ દેશમાં ડ્રગ્સનું કેપિટલ કયું રાજ્ય છે? એ આખું ગુજરાત પણ જાણે છે અને દેશ પણ જાણે છે. પરંતુ દુખ સાથે કહેવું પડે છે, રાજનીતિને કેટલા નિમ્ન સ્તરે લઈ જઈ ને જે પંજાબ ડ્રગ્સનું કેપિટલ છે ત્યાં કોની સત્તા છે તે આખો દેશ જાણે છે. તે પાર્ટીના લોકો ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે. 11 માસમાં દેશમાં ડ્રગ્સ ઘુસાડનાર 600થી વધુ લોકોની ધરપકડ ગુજરાત પોલીસે કરી છે. ડ્રગ્સ મામલે કોઈપણ રાજનીતિ કરવી એ પાપ છે. ગણપતિની હાજરીમાં કહું છું કે પોલીસ એનું કામ સખ્તાઈ કરશે જ.
ADVERTISEMENT
ADVERTISEMENT