Gyan Sahayak News: જ્ઞાન સહાયક યોજના રદ કરવા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
Gyan Sahayak News: મહિસાગર જિલ્લાના બાલાસિનોરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે ગુજરાત સરકારે જ્ઞાન સહાયક યોજના દ્વારા જ્ઞાનસહાયક (માધ્યમિક) ની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી…
ADVERTISEMENT
Gyan Sahayak News: મહિસાગર જિલ્લાના બાલાસિનોરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે ગુજરાત સરકારે જ્ઞાન સહાયક યોજના દ્વારા જ્ઞાનસહાયક (માધ્યમિક) ની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પરંતુ આ યોજનામાં ઉમેદવારોના અનામતનો લાભ છીનવાતો હોવાનું કારણ ધરીને કૉંગ્રસના પૂર્વ ધારાસભ્યએ જ્ઞાન સહાયક યોજના રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જ્ઞાન સહાયક મામલાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે. જોકે સાથે સાથે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકાર આ મામલામાં લોકોનો અવાજ કેમ સાંભળતી નથી, કેમ લોકોના આ પ્રશ્નને લઈને યોગ્ય નિરાકરણ લાવતી નથી?
કોંગ્રેસ પણ ઉતરી જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માગ સાથે મેદાનમાં
સમગ્ર ગુજરાતમાં આવેલ સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાર વર્ષના લાંબા સમય બાદ TET / TAT ની પરીક્ષા લેવામાં આવી હતી. સરકારી નોકરી મેળવવા ઉમેદવારોએ ખુબ જ મહેનત કરી TET / TAT ની પરીક્ષા પાસ કરી છે. હવે સરકાર દ્વારા કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરીને જ્ઞાન સહાયક યોજના દ્વારા આગામી સમયમાં TET / TAT પાસ ઉમેદવારની ભરતી થવાની છે. જેને લઇને TET / TAT પાસ ઉમેદવારોમાં રોષ પણ છે. બીજી તરફ જ્ઞાન સહાયકમાં ઉમેદવારોના અનામતનો લાભ છીનવાતો હોવાનું દેખાઈ રહ્યું છે. જેને લઈને હવે કૉંગ્રેસ પાર્ટી પણ જ્ઞાન સહાયક રદ કરવા મેદાનમાં ઉતરી છે. જેના ભાગરૂપે મહિસાગર જિલ્લા બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
Aditya-L1 Launch: લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, વૈજ્ઞાનિકો પહોંચ્યા વેંકટેશ્વર મંદિર
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ શું લખ્યું છે પત્ર માં
કોંગ્રેસ નેતાએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે, “જ્ઞાન સહાયક યોજનામાં ઉમેદવારોના અનામતનો લાભ છીનવાતો હોવાથી સદર યોજના રદ કરવા બાબત….
ADVERTISEMENT
“સાદર ઉપરોકત વિષય અનુસંધાને જણાવવાનું કે શિક્ષકોની ઘટના કારણે રાજ્યના શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ તાજેતરમાં જ્ઞાનસહાયક યોજનાની જાહેરાત કરી છે આ યોજના શિક્ષણ વ્યવસ્થાની ઘોર ખોદનારી છે જેનો સખત વિરોધ છે . હાલ જ્ઞાનસહાયક (માધ્યમિક) ની ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી જગ્યાઓ ખાલી છે અને જેના કારણે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં કચાસ રહે છે. પરીક્ષાની રાહ જોઈ ઉમેદવારોને પરીક્ષા લેવાઈ અને કાયમી ભરતીની આશા જાગી ત્યારે સરકારે જ્ઞાનસહાયક યોજના ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી કાયમી ભરતીની આશા પર પાણી ફેરવ્યું છે. એક તરફ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ૨૭ ટકા ઓબીસી અનામતનો જશ ખાટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ યોજનામાં કરાર આધારિત ભરતી કરીને ST, SC, OBC, EWS, મહિલા, દિવ્યાંગ તમામ અનામત કેટેગરીના ઉમેદવારોને મળવાપાત્ર અનામતના લાભો પાછલા બારણે નાબૂદ કરી દેવા માંગે છે તેવું સ્પષ્ટ જણાય છે. ત્યારે શિક્ષણનું સ્તર સુધારવા કાયમી ભરતી કરવા અને સદર જ્ઞાન સહાયક યોજનામાં ઉમેદવારોના અનામતનો લાભ છીનવાતાં યોજના રદ કરવા રજૂઆત છે”.
ઉપરોક્ત વિગત મહિસાગર જિલ્લાના બાલાસિનોરના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પણ મહિસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા છે. રાજ્ય અને મહિસાગર જિલ્લામાં પણ TET / TAT ની પરીક્ષા પાસ કરેલા ST, SC, OBC, EWS વગેરે ઉમેદવારને અલગ લાભ આપવામાં આવે તે જરૂરી છે ત્યારે જોવું રહ્યું કે જ્ઞાન સહાયક યોજનામાં અનામત પ્રથા દૂર કરનાર રાજ્યના શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકાર કંઈક ઘટતું કરશે કે કેમ.
ADVERTISEMENT
(વીરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT