આણંદમાં કોર્પોરેટર બની ગયા જજઃ રોડ પર જ કરી નાખ્યો છેડતીના કેસનો ફેંસલો અને યુવકને લોહીલુહાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદઃ છેલ્લા ઘણા સમયથી જાહેરમાં સરભરા કરી દેવાની ઘટનાઓ જોવા મળે છે, જોકે અહીં ઘટનામાં ખુદ નેતાજી પોતે જ જજ બની ગયા હતા. અહીં સુધી કે નેતાજી સાથે અન્ય જનતા પણ જોડાઈ ગઈ હતી અને આણંદના રસ્તા પર જાહેરમાં યુવક પર છેડતીના મામલે તૂટી પડ્યા હતા અને તેને લોહી લુહાણ કરી દીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર યુવકને બાદમાં પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો, પણ પોલીસ તે બાબતથી અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

રાત્રે વાસદ હાઈવે પરથી જતા ચેતજોઃ પોલીસ લૂંટારુઓને જોઈ ગઈ નહીં તો…

લોકોએ યુવકને ખુબ માર માર્યો
ગુરુવારે આણંદમાં રસ્તા પર જ ઘટના બની, એક યુવક આરોપી જાહેર થયો, રોડ પર જ લોકોએ તેનો કેસ પણ નોંધી દીધો અને જાહેરમાં જ તેનો કેસ ચાલી પણ ગયો અને જાણે કે તેને જાહેરમાં જ સજા પણ સંભળાવીને અમલમાં મુકી દેવાઈ, અને આ ઘટનાના મુખ્ય જજ બની ગયા સ્થાનીક કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર ઈકબાલ મલેક. બન્યું એવું કે આણંદ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ મલેકે જાહેરમાં વિદ્યાનગર રોડ પર એક યુવક સાથે મારપીટ કરી હોવાનો એક વીડિયો ફરતો થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકને માર મારવામાં ન માત્ર ઈકબાલ મલેક પણ અન્ય લોકો પણ જોડાયા હતા. લોકોએ યુવકને ખુબ માર માર્યો હતો. જેના કારણે યુવકને મોંઢાના ભાગેથી લોહી પણ વહેવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે પરંતુ અહીં તે વીડિયો દર્શાવી શકાય તેવો નથી.

ADVERTISEMENT

ગૃહ રાજ્યમંત્રીના સુરતમાં 24 કલાકમાં 3 હત્યા, એક બનાવ CCTVમાં કેદ

યુવકને માર મારી લઈ ગયા પોલીસ સ્ટેશન
આણંદના વિદ્યાનગર રોડ પર એક યુવક પર સ્થાનીક કોર્પોરેટરથી લઈ અન્ય લોકોનું ટોળું તૂટી પડ્યું હતું. જોકે આ ઘટનામાં લોકોનું કહેવું છે કે યુવક એક મહિલા સાથે છેડછાડ કરી રહ્યો હતો. જોકે તેની સત્તાવાર કોઈ વિગતો મળી રહી નથી. કાઉન્સીલર દ્વારા યુવકને માર મારીને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ મથકે લઈ જવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે પલીસ આ બાબતે અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. 1 ના કોર્પોરેટર ઈકબાલ મલેકનો પણ ગુજરાત તકે સંપર્ક કર્યો હતો. જોકે તેમણે કોલનો જવાબ આપ્યો ન હતો.

(ઈનપુટઃ હેતાલી શાહ, આણંદ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT