Rajya Sabha Election: JP નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા, BJPના ચારેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા
Rajya Sabha Election 2024: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજ્યસભા માટે બિનહરિફ તરીકે વિજેતા જાહેર થયા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં BJPના ચારેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા.
વિધાનસભામાં સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસના એકપણ ઉમેદવારે ફોર્મ નહોતું ભર્યું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા.
Rajya Sabha Election 2024: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરિફ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજ્યસભા માટે બિનહરિફ તરીકે વિજેતા જાહેર થયા છે. આ સાથે જ અન્ય ત્રણ ઉમેદવારો ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ડોક્ટર જસવંતસિંહ પરમાર અને મયંક નાયક પણ બિનહરિફ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં સંખ્યાબળ ન હોવાથી એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યું નહોતું.
સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ બન્યા
બીજી તરફ રાજસ્થાનમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાજ્યસભાની ચૂંટણીમાં બિનહરિફ તરીકે ચૂંટાયા હતા. લોકસભામાં 6 ટર્મ પૂર્ણ કર્યા બાદ સોનિયા ગાંધીનો ઉપલા ગૃહમાં આ પ્રથમ કાર્યકાળ છે. સોનિયા ગાંધી ઉપરાંત રાજસ્થાનથી ભાજપના ચુન્નીલાલ ગરાસિયા અને મદન રાઠોડ પણ રાજ્યસભામાં ચૂંટાયા હતા. તો બિહારમાં પણ 6 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. જેમાં ભાજપના 2, RJDના બે, JDU અને કોંગ્રેસમાંથી એક-એક ઉમેદવારો હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT