ગુજરાતના સિનિયર નેતાઓની ચમકશે કિસ્મત? વિજય રૂપાણી અને નીતિન પટેલનું રાજ્યપાલ તરીકે નામ ચર્ચામાં

ADVERTISEMENT

Gujarat Politics News
રૂપાણી અને પટેલનું વધશે કદ?
social share
google news

Gujarat Politics News: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાતના સિનિયર નેતાઓ આનંદીબેન પટેલ, વજુભાઈ વાળા, મંગુભાઈ પટેલ બાદ હવે ગુજરાતના અન્ય સિનિયર નેતાઓને પણ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતના ત્રણ નેતાઓને રાજ્યપાલનું પદ મળી ચૂક્યું છે. ત્યારે ગુજરાતના વધુ બે નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. 

ગુજરાતના ક્યાં નેતાઓનું ચાલી રહ્યું છે નામ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી 29 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.  ત્યારે ગુજરાતના વધુ બે નેતાને રાજ્યપાલ બનવાની તક મળી શકે છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ અત્યારે જોરશોરથી ચર્ચામાં છે. 

મોદી સરકારમાં આ 3 નેતાઓ બની ચૂક્યા છે રાજ્યપાલ

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ વર્ષ 2014માં ગુજરાતના સિનિયર મંત્રી વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવમાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને 2019માં ઉત્તરપ્રદેશના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી હતી.  જ્યારે 2021માં મંગુભાઈ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જેમાંથી વજુભાઈ વાળાનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે. આનંદીબેન પટેલનો 29 જુલાઈના રોજ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.  એવામાં હવે ગુજરાતના વધુ 2 સિનિયર નેતાઓને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. 

ADVERTISEMENT

PM મોદીની કાર્યશૈલીથી નેતાઓ પરિચિત

આવું એટલા માટે કારણ કે PM નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી ગુજરાતના નેતાઓ સારી રીતે પરિચિત છે, એટલું જ નહીં ગુજરાતના નેતાઓની કામગીરીથી નરેન્દ્ર મોદી પણ સારી રીતે વાકેફ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગુજરાતના નેતાઓને રાજ્યપાલ બનાવે તો નવાઈ નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT