Gujarat News: ‘2024 માં અમારો રસ્તો કયો હશે તે વિચાર સાથે આગળ વધીશું’- અમદાવાદ આવ્યા મુકુલ વાસનિક
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને હાલમાં જ નવા પ્રભારી તરીકે સાંસદ મુકુલ વાસનિક મળ્યા છે. ગુજરાતની આ ખાસ રાજકીય જવાબદારી મળ્યા પછી મુકુલ વાસનિક ગુજરાતમાં પહેલી…
ADVERTISEMENT

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને હાલમાં જ નવા પ્રભારી તરીકે સાંસદ મુકુલ વાસનિક મળ્યા છે. ગુજરાતની આ ખાસ રાજકીય જવાબદારી મળ્યા પછી મુકુલ વાસનિક ગુજરાતમાં પહેલી વખત આવ્યા છે. આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જે દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું હતું કે, કોંગ્રેસ તેમની સાથે સાથે 2024માં કયા રસ્તા પર ચાલવાની છે તે અંગે વિચાર સાથે આગળ વધશે.
ગુજરાતની આગામી ચૂંટણીને લઈ બોલ્યા મુકુલ વાસનિક
મુકુલ વાસનિકે કહ્યું કે, દરેક ચૂંટણી એક નવી ચૂંટણી હોય છે, નવી પરિસ્થિતિ લાવે છે. નવા લોકોની ઉમંગો હોય છે, નવી દિશાઓ નક્કી થતી હોય છે. ગઈકાલે શું થયું તે અંગે કાંઈ વિચારીને પરેશાન થવાની જરૂરત નથી. આગળ શું થશે, 2024માં શું થશે, તેના માટે અમારે શું કરવું પડશે, અમારી જવાબદારીઓ શું હશે, તમામ અમારા કાર્યકરોને કેવી રીતે આગળ વધવું પડશે. તે તમામ બાબતો પર વિચાર કરીને આગળ વધીશું.
ADVERTISEMENT
રખતાા ઢોરે વધુ એક ભોગ લીધોઃ જામનગરના તંત્રની ઘોર નિંદ્રામાં માનવ જીંદગી હોમાઈ
જંગી રેલી સાથે સ્વાગત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં પ્રભારી પદ પર નિયુક્તિ પછી પહેલી વખત આવ્યા છે. જેને લઈને આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં પહોંચી ગયા હતા. હાલમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે પદભાર સંભળાનારા શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તેમના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે મોટી બાઈક રેલી સાથે નવા પ્રભારીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પડેલા મોટા ફટકા પછી કોંગ્રસના તે સમયના પ્રભારી રઘુ શર્માએ રાજીનામુ આપ્યું હતું. જે પછી આ પદ ખાલી હતું અને લાંબા સમયથી અહીં વિવિધ નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાનમાં મુકુલ વાસનિક પર કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રભારી તરીકે પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ADVERTISEMENT