ભાજપને ફ્રી રેવડીથી વાંધો હોય તો MP, MLAના ફ્રી ભથ્થા બંધ કરો; AAPના ગુલાબસિંહ

ADVERTISEMENT

gujarattak
social share
google news

GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં AAPના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવે ફ્રિ રેવડી મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં તેમણે આમ આદમી પાર્ટી ગુજરાતની આખી સરકારના લીકેજને રોકવા માટે આવી છે. આની સાથે અરવિંદ કેજરીવાલ રોજગારી અંગે મોટી જાહેરાત કરી શકે છે એની જાણકારી આપી હતી.

ફ્રી રેવડીનું ટેન્શન હોય તો MP, MLAના ફ્રી જથ્થા બંધ કરો- ગુલાબસિંહ
ગુજરાત તક બેઠકમાં ગુલાબસિંહે ભાજપને જણાવ્યું કે જો પાર્ટીને આમ આદમી પાર્ટીની ફ્રી વીજળી આપવાની વાતથી મુશ્કેલી હોય તો MP, MLAના ભથ્થા છોડી દેવા જોઈએ. અત્યારે પંજાબમાં 51 લાખ લોકોનું વીજળીનું બિલ શૂન્ય આવશે. તો બીજી બાજુ દિલ્હીમાં ટેક્સ ચૂકવનારાનાં બાળકો મફત શિક્ષણ મેળવી રહ્યા છે.

કેજરીવાલના ગુજરાત પ્રવાસ અંગે વિગતવાર…
ગુલાબસિંહે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત રાજ્યમાં આવી પહોંચ્યા છે અને અહીં રોજગારીની ગેરન્ટી વિશે ચર્ચા કરશે. અત્યારે 18 ગામડાઓ અને 8 મહાનગરપાલિકામાં અમારુ સંગઠન પહોંચી ગયું છે. અત્યારે અમે ઉમેદવારોની પસંદગી કરી રહ્યા છીએ. આની સાથે જ આગામી દિવસોમાં અમે ટ્રાઈબલ ગેરેન્ટી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.

ADVERTISEMENT

ગુજરાત સરકાર વિશે ગુલાબસિંહ યાદવે કહ્યું કે અહીંની આખી સરકાર લીક છે અને લીકેજ રોકવા માટે જ અમે અહીં આવ્યા છીએ.

    follow whatsapp

    ADVERTISEMENT