ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત, આજે પ્રદેશ કારોબારી બેઠક મળશે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ આને જીતવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ આને જીતવા માટે તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ જતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેવામાં કોંગ્રેસ દ્વારા અમદાવાદ GPCCમાં ખાતે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરાયું છે. જેમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
દિગ્ગજ નેતાઓ આપશે હાજરી
કોંગ્રેસ દ્વારા સવારે 11 વાગ્યે GPCC ખાતે કારોબારી બેઠકનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. અહીં ચૂંટણીલક્ષી રણનીતિ પર વિગતવાર ચર્ચા થઈ શકે છે.
પૂર્વ સૈનિકોની લડતને કોંગ્રેસનું સમર્થન
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી. પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન. જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે. દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા, પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે. પૂર્વ સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે. પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા, પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે. પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે.
ADVERTISEMENT
પૂર્વ સૈનિકોની વાત સાંભળવા ભાજપ તૈયાર નથી
ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજુઆત કરી રહ્યાં હોવા છતાં ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? જય જવાન જય કિસાન ના નારાથી ચૂંટણી સમયે મોટી મોટી વાત કરનાર ભાજપની ભ્રષ્ટ સરકાર સૈનિકોના પરિવારને જે રીતે અન્યાય કરી રહી છે તે સામે આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુઃખદ છે.
ADVERTISEMENT