ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોની દિલ્હીમાં મળી ખાસ બેઠક, ઉમેદવારોની ચર્ચા સહિત પ્રથમ યાદી મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે
દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત પ્રચાર અર્થે લાગી રહ્યા છે. ત્રિપાંખીય જંગ માટે અત્યારે…
ADVERTISEMENT
દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત પ્રચાર અર્થે લાગી રહ્યા છે. ત્રિપાંખીય જંગ માટે અત્યારે તમામ પક્ષના દિગ્ગજ નેતાઓનો બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. હવે આ મહામંથન વચ્ચે દિલ્હી ખાતે કોંગ્રેસની મેરેથોન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઉમેદવારોની યાદીની ચર્ચા કરવાથી લઈ 182 બેઠક પર કેવી વ્યૂહરચના હશે એને અંતિમ ઓપ આપવામાં આવી રહી છે.
દિલ્હીમાં કોંગ્રેસે ઘડી ખાસ રણનીતિ!
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે ગુજરાત વિધાનસભાને લઈને સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં દિગ્ગજ નેતાઓ દિલ્હી ગયા હતા અને આમાં ગુજરાત ચૂંટણીને લઈને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા નેતાઓ દિલ્હી ખાતે ગયા છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે કોંગ્રેસ દ્વારા દિવાળી પછી હવે પહેલી યાદી જાહેરાત થઈ શકે છે.
કોને ટિકિટ મળશે, કોણ હશે ચૂંટણીનું ગેમ ચેન્જર!.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા પહેલી ઉમેદવારોની યાદીને લઈને પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. તેવામાં એવી અટકળો પણ લગાવાઈ રહી છે કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT