Gujarat Assembly: ફરી એકવાર મેડિકલ યુનિવર્સિટી બિલ મુકાયું પડતું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Assembly: લાંબા સમયથી ચર્ચામાં રહેલા મેડિકલ યુનિવર્સિટી બિલને ગુજરાત વિધાનસભાના ટેબલ પર આવવા માટે હજુ પણ રાહ જોવી પડશે. આપને જણાવી દઈએ કે આવનારી 13 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ખાસ સત્ર મળવાનું છે. આ સત્રમાં ગુજરાત સરકાર 9 જેટલા વિધેયક રજૂ કરવાની છે. પહેલા દિવસે જ છ વિધેયક અને બીજા દિવસે બે વિધેયક રજૂ કરવામાં આવે તેવી ચર્ચા છે. આ સાથે જ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકોમાં 14માંથી આ 9 બિલને મંજુર કરી દેવાયા છે. જેને પગલે આ બિલની ચર્ચાઓ વચ્ચે ફરી એક વખત મેડિકલ યુનિવર્સિટી બિલ પડતુ મુકવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદઃ સાપુતારા 104 mm, જુઓ Videos

જાહેરાત કરવામાં આવી છતા કેમ ડ્રોપ કરાયું આ બિલ

આપને જણાવી દઈએ કે અગાઉ મેડિકલ યુનિવર્સિટી બિલની ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જોકે તે જાહેરાત સાથે જ આ બિલ ગુજરાત વિધાનસભાના ટેબલ સુધી જશે તેવું માનવામાં આવી રહ્યું હતું. પણ હવે આ બિલ ગુજરાત વિધાનસભા સુધી જવામાં વધુ એક વખત ડ્રોપ કરવામાં આવ્યું હોવાના મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે. ગત વિધાનસભામાં પણ આ બિલ લાવવાની તૈયારીઓ હતી, ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો. પબ્લિક ડેમેનના બિલ અંગે સૂચનો પણ મગાવાયા હતા. મડિયા અહેવાલોમાં સૂત્રોના હવાલાથી કહેવાયું છે તે પ્રમાણે આવું આ વખતે પણ થયું પરંતુ ગત વખતે આ બિલનો મેડિકલ સાથે જોડાયેલા કેટલાક માથાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી મેડિકલ યુનિવર્સિટીએ આ બિલ અંગે વાંધા ઉઠાવ્યા હતા અને કેન્દ્ર સરકાર સુધી લોબિંગ કર્યું હોવાનો અહેવાલમાં સૂત્રોના આધારે ઉલ્લેખ કરાયો છે.

છ વર્ષથી ટલ્લે ચઢતું બિલ

આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર જેને મહત્વકાંક્ષી બિલ ગણાવે છે તે બિલ છ વર્ષથી ટલ્લે ચઢ્યું છે. ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ ટીવી9ના અહેવાલ અનુસાર આ બિલ આવવાના સામે મેડિક યુનિવર્સિટી આવે તો મેડિકલ કોલેજોના સંચાલકોને ભય છે કે સ્વતંત્રતા અને અધિકારો તેમના છીનવાઈ શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી. હવે આ વર્ષે પણ આ બિલને પડતું મુકવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે ત્યારે ફરી એક વખત તેને લઈને ગણગણાટ શરૂ થયો છે. ખાસ કરીને આ બિલ ડ્રોપ કરવા પાછના કારણ અને રાજકારણ અંગે વાતો વહેતી થઈ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT