રાહુલ ગાંધીની લોક સભાની સદસ્યતા રદ કરવા મામલે ગોપાલ ઇટાલિયા આવ્યા મેદાને કહ્યું, ભાજપે લોકશાહીની હત્યા પર હત્યા કરવાનું શરૂ કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોદી અટક પર વિવાદિત ટિપ્પણી કરવા માટે સુરતની સેશન્સ કોર્ટે ગઈકાલે તેમને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કોંગ્રેસ નેતાને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છો. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસની કફોડી હાલતની જવાબદાર ગણાતી આમ આદમી પાર્ટીના  નેશનલ જોઈન્ટ સેક્રેટેરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે અને ન્યાય તંત્રની કામગીરી પર સવાલ ઊઠવ્યા છે. કહ્યું કે ભાજપે લોકશાહીની હત્યા પર હત્યા કરવાનું શરૂ કર્યું

આમ આદમી પાર્ટીના  નેશનલ જોઈન્ટ સેક્રેટેરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષ સાથે વૈચારિક મતભેદ તો ગણાય જ. પરંતુ વાત લોકશાહીની આવે, દેશની અંદર કાયદાનું શાશન બચાવી રાખવાની વાત આવે ત્યારે લોકશાહીના સમર્થનમાં ઊભું રહેવું એ ભારત દેશના નાગરિકોની ફરજ છે. ગઈકાલે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા જાહેર કરી. આજે રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ તરીકે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા. આ ઘટનામાં કાયદા તંત્રની ઝડપ જો જોઈએ તો તે અસાધારણ છે. સામાન્ય કિસ્સામાં નયન લેતા લેતા 20 થી 40 વર્ષ લાગી જાય છે.

સંસદમાં બોલતા અટકાવવા માટે આ પગલું ભરાયું
સુપ્રીમ કોર્ટમાં કે દેશની અલગ અલગ કોર્ટમાં 4 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. ન્યાય તંત્ર સામાન્ય લોકોના કિસ્સામાં આતળી ઝડપ નથી બતાવતું પણ રાહુલ ગાંધીના કિસ્સામાં જે ઝડપ બતાવી તે સત્તામાં બેસેલા ભાજપના કોઈ નેતાના પેટમાં તેલ રેડાયું. રાહુલ ગાંધીએ જેરીતે વડાપ્રધાન ના મિત્રો દ્વારા જે રીતે પૈસા લૂટવામાં આવે છે. તે બાબતે સાંસદમાં મજબૂત અવાજ ઉઠાવ્યો. તે નથી ભાજપના ટોપ લેવલના નેતાઓના પેટમાં તેલ રેડાયું એટલે રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવા માટે આ પગલું ભરાયું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: મહાત્મા ગાંધી પાસે કોઈ ડિગ્રી નહોતી? આ શું બોલી ગયા એલજી મનોજ સિંહા, Video

ભાજપે લોકશાહીની હત્યા પર હત્યા કરવાનું શરૂ કર્યું
ગુજરાતમાં ગઈ સરકારના શિક્ષણ મંત્રીએ ખોટી રીતે ખોટું કરી ગેર કાયદેસર ચૂંટણી જીત્યા છે. એવો ચુકાદો ગુજરાતની હાઇકોર્ટે આપેલો. હાઇકોર્ટે જેવી હાઇકોર્ટ કહ્યું કે જ્યારે શિક્ષણ મંત્રી તરીકે ભાજપના વ્યક્તિ ખોટી રીતે ચૂંટણી જીત્યા છતાં 5 વર્ષની ટર્મ રાજીખુશીથી પૂર્ણ કરી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કે ભાજપને લાગ્યું નહીં કે આ માણસનું સભ્યપદ રદ કરવું જોઈએ. પણ રાહુલ ગાંધીના કેસમાં કાલે ચુકાદો આવ્યો અને આજે તેમનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું. એ બતાવે છે કે ભાજપે લોકશાહીની હત્યા પર હત્યા કરવાનું શરૂ કર્યું છે. ED, કે CBI થી ન ડરે તેમણે આવી રીતે. સંસદમાં બોલતા અટકાવવા દુષ્કૃત્યો કરે તે આઘાત જનક છે. તે ભાજપ જેવી નિમ્નકક્ષાની રાજનીતિ કરતી પાર્ટી માટે દેશના સૌ નાગરિકોએ જાગૃત થવાની જરુંર છે. આપ આ બાબતે સખત વિરોધ નોંધાવે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT