રસ્તાઓ તુટ્યા તે ભગવાનની ભુલ, મંત્રીજીએ કહ્યું રોડ તો બરોબર છે ભગવાન વરસાદ વધારે વરસાવે છે!

ADVERTISEMENT

purnesh Modi
purnesh Modi
social share
google news

અમદાવાદ: રાજ્યમાં વરસાદ બાદ તૂટેલા રસ્તાને લઈને લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે. લોકો તહેવારો પર પણ રસ્તાના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં રસ્તાની હાલત ખખડધજ થઈ ગઈ છે અને તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે ત્યારે માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ગીર સોમનાથની મુલાકાત દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તંત્રના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે તેમણે દોષનો ટોપલો ભગવાન પર ઢોળ્યો છે.

ગીર સોમનાથની મુલાકાતે ગયેલા માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીએ કહ્યું હતું કે, ગત વર્ષે મારી પાસે જે કઇ ફરિયાદો આવી હતી ખાડા પુરવાની, એમા અમે 100 ટકા ખાડા પુરી દીધા છે. આ વખતના વરસાદ પછી અલગ પ્રકારની સ્થિતિ છે. પહેલા તો એ સમજી લેવાની સ્થિતિ છે વરસાદ  કુદરતી પ્રક્રિયા છે. વરસાદની ઋતુએ એની પેટર્ન બદલી છે. પહેલા એક સમયમાં આખા સીઝનનો વરસાદ 60 ટકા થતો હતો. એની જગ્યા હવે બે-ત્રણ દિવસમાં 50-60 ઇંચ વરસાદ પડે છે. આ પ્રકારની પેટર્ન વરસાદે બદલી હોવાથી રસ્તાની હાલત આવી થવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે.

પૂર્ણેશ મોદીના મતે ભગવાન દોષિત?
રાજ્યના લોકો રસ્તાને લઈ હેરાન પરેશન છે ત્યારે તમામ લોકો જાણે છે કે ભ્રષ્ટાચારને કારણે રોડ અને રસ્તાની હાલત દયનીય થઈ છે. લોકો તૂટેલા રસ્તા અને ખાડાથી સતત હેરાન થઈ રહ્યા છે. લોકોની સમસ્યા સમજવાના બદલે મંત્રીજીએ દોષનો ટોપલો ભગવાન પર ઢોળી દીધો હતો. માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના કહેવા મુજબ રસ્તા તૂટવા એ માણસે કરેલી ભૂલ નથી પરંતુ કુદરતી સંજોગોને કારણે થાય છે. રસ્તા તૂટવાએ કોઈ કોન્ટ્રાક્ટરની ભૂલ નથી પરંતુ વધુ પ્રમાણમાં વરસતો વરસાદ જ જવાબદાર છે. પૂર્ણેશ મોદીએ આ પ્રકારનું નિવેદન કંઇ પહેલી વખત નથી આપ્યું. ગત વર્ષે પણ ભ્રષ્ટાચારીને બચાવવા તેમણે કહ્યું કે, ચોમાસાની પેટર્ન બદલાવાથી રસ્તાઓ તૂટે છે.

ADVERTISEMENT

કોન્ટ્રાકટર પર મિનિસ્ટરનો કંટ્રોલ નથી: ધારાસભ્ય લલીત કગથરા
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલીત કગથરાએ જણાવ્યૂ કે, આ જવાબદારીથી છટકવાની વાત છે, અત્યારે જે રસ્તાની પરિસ્થિતિ છે તે નબળી કામગીરીનું પરિણામ છે. રાજકોટથી જામનગરનો રસ્તો એલ.એન.ટી.એ બનવ્યો છે. જે આજની તારીખે તૂટયો નથી. જો ડામર અને પાણીને વેર હોય તો એરપોર્ટના તમામ રનવે ડામરથી બનાવ્યા છે. એક પણ રનવે તૂટયા નથી.સારી ક્વોલિટીના રોડ બનાવે અને પાણીનો નિકાલ કરે તો કોઈ રોડ તૂટતાં નથી. સંપૂર્ણ રીતે ક્વોલિટી જવાબદાર છે. સવજીભાઈ કોરાટ આર એન્ડ બીના મિનિસ્ટર હતા અને ત્યારે જે કોન્ટ્રાકટરમાં ફફડાટ હતો. નબળી ક્વોલિટી કરી શકતા ન હતા. તેવો કંટ્રોલ કોઈ મિનિસ્ટરનો કંટ્રોલ નથી. કોન્ટ્રાકટર નબળી ક્વોલિટીનો ડામર વાપરે તે પણ જવાબદાર છે.

    follow whatsapp

    ADVERTISEMENT