વડોદરામાં કેજરીવાલને પાર્ટી પ્લોટ આપવો ભારે પડ્યો, દબાણ હટાવવા પહોંચ્યું તંત્ર
વડોદરા, દિગ્વિજય પાઠક: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસ વધવા લાગ્યા છે. 20 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાતના વડોદરાના પ્રવાસે…
ADVERTISEMENT
વડોદરા, દિગ્વિજય પાઠક: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓના પ્રવાસ વધવા લાગ્યા છે. 20 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાતના વડોદરાના પ્રવાસે આવ્યા હતા. કેજરીવાલે સંવાદ યોજ્યો હતો તે સ્થળને લઈને વિવાદ સર્જાયો છે. જે જગ્યા એ કેજરીવાલે સંવાદ યોજ્યો હતો તે સ્થળે તંત્રના બુલડોઝર પહોંચ્યા છે.
પ્રીત પાર્ટી પ્લોટ પર તંત્રનાં બુલડોઝર પહોંચ્યાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના પ્રવાસો શરૂ થયા છે ત્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલે 20 તારીખે ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન કેજરીવાલે વડોદરાના પાર્ટી પ્લોટમાં સંવાદ કર્યો હતો આ પાર્ટી પ્લોટને લઈ વિવાદ સર્જાયો છે. વડોદરામાં કેજરીવાલનાં કાર્યક્રમ સ્થળે બુલડોઝર પહોંચ્યા છે. સમા વિસ્તારનાં પ્રીત પાર્ટી પ્લોટ પર તંત્રનાં બુલડોઝર પહોંચ્યાં છે. તંત્રનું કહેવું છે કે,પાર્ટી પ્લોટમાં માર્જીનમાં દબાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાર્કિગની જગ્યાએ લોન ઉભી કરી દેવામાં આવી છે. પાલિકાની કાર્યવાહીને પગલે ઉભો થયો મોટો રાજકીય વિવાદ સર્જાયો છે.
‘આપ’નાં કાર્યકરોનો બુલડોઝર આગળ બેસી કર્યો વિરોધ
આ મામલે પ્રીત પાર્ટી પ્લોટના માલિકે જણાવ્યું કે માર્જીનમાં કોઇ દબાણ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત તેમણે તંત્ર પર આરોપ લગાવ્યો છે કે કોઇપણ નોટિસ વિના દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રીત પાર્ટી પ્લોટ પહોંચી ગયા છે અને ‘આપ’નાં કાર્યકરોનો બુલડોઝર આગળ બેસી જઇ વિરોધ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ લોકશાહીની હત્યા કરી રહી રહી છે. કેજરીવાલને પ્લોટ ન ફાળવવા ભાજપ તરફથી દબાણ કરવામાં આવતું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT