કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ ગુલામ નબીએ રાજકારણ અંગે કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીર પરત ફરીને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે ભાજપમાં જોડાવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, મારા વિરોધીઓ છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે હું ભાજપમાં જાઉં છું.  આ સાથે ગુલામ નબી આઝાદે રાજકારણમાં સક્રિય રહેવાની વાત કરી છે આ સાથે જ નવા પક્ષ બનાવવાની જાહેરાત કરી દીધી છે.

ગુલામનબી આઝાદે આજે નવી પાર્ટી બનાવવા માટેની જાહેરાત કરી દીધી છે. એક વાર ફરી એકવાર રાષ્ટ્રીય રાજનીતિમાંથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે. આઝાદે કહ્યું, હું જમ્મુ પણ જઈશ, કાશ્મીર પણ જઈશ. તેમણે કહ્યું, અમે જમ્મુ-કાશ્મીરમાં અમારી પાર્ટી બનાવીશું. આ પછી, અમે રાષ્ટ્રીય સ્તરે પણ જઈશું.

ભાજપમાં જોડાવા અંગે કર્યો મોટો ખુલાસો
ભાજપમાં જોડાશો? આ સવાલના જવાબમાં ગુલામ નબી આઝાદે કહ્યું કે મારા વિરોધીઓ ત્રણ વર્ષથી આ વાત કહે છે. તેમણે મને પ્રમુખ અને ઉપપ્રમુખ પણ બનાવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ભાજપના કોઈ નેતાનો ફોન આવ્યો છે. તેના પર આઝાદે કહ્યું કે ભાજપના નેતાઓ મને શું કામ ફોન કરે, અમે ભાજપમાં થોડા છીએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે અમારા તમામ પક્ષો સાથે સારા સંબંધો છે. અમે ક્યારેય કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો નથી. અમે તમામ પક્ષોનું સન્માન કરીએ છીએ. એટલા માટે તમામ પક્ષો મારા માટે સન્માનની ભાવના ધરાવે છે.

ADVERTISEMENT

2014માં હારનું કારણ રાહુલ ગાંધી
આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ પોતાની આસપાસ બિનઅનુભવી લોકોને રાખે છે અને વરિષ્ઠ નેતાઓને સાઇડલાઇન કરી દીધા છે. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે રાહુલ ગાંધીના સુરક્ષાકર્મીઓ અને કોંગ્રેસના અંગત સ્ટાફ તમામ નિર્ણયો લઈ રહ્યા છે. કમનસીબે, રાહુલ ગાંધીના રાજકારણમાં પ્રવેશ્યા પછી, જ્યારે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે તેમણે કોંગ્રેસની કામ કરવાની રીતનો અંત લાવ્યો. તેણે સમગ્ર સલાહકાર પ્રણાલીનો નાશ કર્યો. આ સાથે રાહુલ દ્વારા વડાપ્રધાન દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમને ફાડી નાખવો તેમની અયોગ્યતા દર્શાવે છે. જેના કારણે 2014માં હાર થઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT