VIDEO : ભાજપમાં જોડાવાની ચર્ચા અંગે ગેનીબેન ઠાકોરે કહ્યું- 'મારી અંતિમયાત્રામાં પણ...'

Gujarat Tak

ADVERTISEMENT

Geniben Thakor Big Statement
સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
social share
google news

Geniben Thakor Big Statement : બનાસકાંઠામાં વાવ બેઠક પર કોંગ્રેસનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. તો આ સાથે મોટી સંખ્યામાં બનાસકાંઠાના કોંગ્રેસ સમર્થકો પણ ઉમટ્યા હતા. તો આ દરમિયાન વાવ વિધાનસભાના મતદારોનો આભાર દર્શન વખતે સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું હતું. ગેનીબેને કહ્યું કે, 2027થી ભાજપ દ્વારા મને બદનામ કરાઈ કે હું કોંગ્રેસ છોડીશ. મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે. વાવના મતદારોનો વિશ્વાસ ક્યારે નહીં તોડું અને એનો વેપાર નહિ કરું. હું કોંગ્રેસમાં જ રહેવાની છું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

મારી અંતિમવિધિ થાય ત્યાં સધી કોંગ્રેસમાં રહીશ : ગેનીબેન

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, '2017માં વાવની જનતા પાસે મામેરું માંગ્યું હતું. મેં કહ્યું હતું કે હિરા-મોતી નથી જોતા, ગરીબ સમાજની દિકરીને ધારાસભ્ય બનાવજો. તમારો મત એળે નહીં જવા દઉં. તમે 2018માં મામેરું ભર્યું. આ દરમિયાન રાજકારણમાં ઉથલપાથલ થઈ હતી. ત્યારે ભાજપ કહી રહી હતી કે ગેનીબેન રાજીનામું આપશે. ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે ભારતીય સંસ્કૃતિમાં કોઈ બહેન-દીકરી મામેરું માંગીને સત્તા સ્થાને આવે ને તેની કિંમત અને સંસ્કૃતિ શું છે તે જાણું છું. હું જીંદગીભર વાવ વિધાનસભાના મતનો વેપાર નહીં થવા દઉં. કોંગ્રેસનો તિરંગો લઈને મારી અંતિમવિધિ થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું. પ્રજાને ભરોસો રહેવો જોઈએ. મત આપ્યો છે તેનો વેપાર ન થાય. મતદારોને નીચું ન જોવું પડે. ધારાસભ્ય જ્યારે રાજીનામું આપે ત્યારે તેના મતદારોએ નીચું જોવું પડે છે. તમે મને મોટી કરી છે. ઉથલપાથલ કરી હોત તો અત્યારે મોવડી મંડળ અને તમે અહીં આવ્યા છો, તે ન આવો અને કહો કે બહેન તો વેચાઈ ગયા હવે એનું મોઢું ય ન જોવાય.'

મામેરામાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડજો : ગેનીબેન

પેટા ચૂંટણી અંગે ગેનીબેને કહ્યું કે, 'પેટા ચૂંટણી આપવવાની છે. ભાજપના ઉમેદવારો જેટલા કોંગ્રેસમાં ટિકિટ માટેના માંગણીદાર નથી. કદાચ મેં રાજીનામું ન આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય રહેવાની હતી. મામેરામાં મારે બીજું કંઈ નથી જોતું. કોંગ્રેસ જે પણ ઉમેદવારને નક્કી કરે તેને ધારાસભ્ય ચૂંટજો. મોવડી મંડળ જેને ટિકિટ આપશે તેના માટે હું આકાશ પાતાળ એક કરીશ તેની હું ખાતરી આપું છું.'

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT