156ની સરકાર છે, કરાર આધારિક ભરતી નહીં કાયમી કરોઃ ગેનીબેન ઠાકોર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરાર આધારીત ભરતીનો વિરોઘ કર્યો છે. ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પ્રવિણ માળીને જાહેરમાં કહી દીધું કે 156 ની સરકાર છે, કરાર આધારિત નહીં કાયમી ભરતી કરો. TET, TAT પાસ ઉમેદવારો સાથે ઊભા રહી સરકાર સમક્ષ વહેલી તકે જ્ઞાન સહાયક ભરતી રોકવા માગ કરી છે. સરકાર 11 મહિનાના કરાર સાથે પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિકમાં 26 હજાર 500 વિદ્યાર્થીઓની ભરતી કરવા જઈ રહી છે. જેનો પહેલા આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસે વિરોધ કર્યો છે. જોવાનું રહ્યું સરકાર કરાર આધારિત ભરતી દૂર કરે છે કે નહીં.

‘AI આપણા જેવું નથી…’, હોલીવુડના મોટા સ્ટાર્સ કેમ છે હડતાળ પર? 63 વર્ષ પછી આટલું મોટું પ્રદર્શન

‘જ્ઞાન સહાયક’ ભરતી લોલીપોપઃ વિદ્યાર્થીઓએ કહ્યું
કરાર આધારિત ભરતી મામલાનો વિરોધ કર્તાઓએ આવેદનપત્ર આપતા તેમાં કહ્યું છે કે, સરકાર દ્વારા “જ્ઞાન સહાયક” ની 11 મહિનાના કરાર આધારિત ભરતીનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ ઠરાવનો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા 5 – 5 વર્ષથી સરકારે TET અને TAT પરીક્ષા લીધી નથી અને 2023 માં જ્યારે આ પરીક્ષાઓ લેવામાં આવી તો સરકાર “જ્ઞાન સહાયક”ની કરાર આધારિત ભરતી કરવા જઈ રહી છે. કેટલાય ઉમેદવારોની ઉંમર થવા આવી છે. સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહેલા આવા ઉમેદવારો માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક” ભરતી લોલીપોપ સાબિત થઈ છે. સરકાર આ જ્ઞાન સહાયક ભરતીને વચગાળાની વ્યવસ્થા કહી રહી છે જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન બગડે. પરંતુ જ્ઞાન સહાયકની ભરતી માટે જે પ્રકિયા કરવી પડે તે જ પ્રક્રિયા કાયમી ભરતી માટે પણ છે તો સરકાર કાયમી ભરતી કેમ નથી કરતી? અત્યારે દરેક ઉમેદવાર માટે આ એક સળગતો સવાલ છે. સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરીને સીધી રીતે ભાવી શિક્ષકો અને નિર્દોષ બાળકો સાથે અન્યાય કરી રહી છે. જો આ જ્ઞાન સહાયકની ભરતી અંગે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ટૂંક સમયમાં ઉમેદવારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર પણ ઉતરશે. જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT