G-23 માંથી વધુ એક નેતા થયા આઝાદ, ગુલામ નબીએ છોડ્યો કોંગ્રેસનો સાથ

ADVERTISEMENT

gulam nabi aazad
gulam nabi aazad
social share
google news

અમદાવાદ: ભારતની સાથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ હવે જાણે અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ગુજરાતમાંથી તો કોંગ્રેસ સતત તૂટી રહી છે. કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે.  આ સાથે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સતત ડેમેજ થઈ રહી છે. કોંગ્રેસના સિનિયરનેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે ત્યારે હવે વધુ એક નેતા ગુલામ નબી આઝાદ પણ કોંગ્રેસનો હાથ મૂકવાની સત્તાવર જાહેરાત કરી છે.

G-23 નારાજ નેતા એક પછી એક કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે હવે ગુલામ નબી આઝાદ પણ હવે કોંગ્રેસ સાથે નહીં રહે. ગુલામ નબી આઝાદે પોતાની કોંગ્રેસ સાથેની લાંબી રાજકીય કારકિર્દી પર આજે પૂર્ણવિરામ મૂકી દીધો છે. આઝાદ લગભગ 40 વર્ષ સુધી સંસદસભ્ય રહ્યા છે. સોનિયા ગાંધીએ તેમને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી બનાવ્યા હતા. ઇન્દિરા ગાંધીના સમયમાં કૉંગ્રેસની સરકારમાં તથા પાર્ટીમાં તેમને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આજે તેમણે કોંગ્રેસ સાથે સત્તાવાર છેડો ફાડ્યો છે.

કોંગ્રેસે અધ્યક્ષની ચૂંટણી મોકૂફ રાખી
એક તરફ કોંગ્રેસે પ્રમુખ પદ માટેની ચૂંટણી થોડા સમય માટે મોકૂફ રાખી છે ત્યારે બીજી તરફ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. આઝાદ પહેલા કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જયવીર શેરગિલ, જિતિન પ્રસાદ, સુનીલ જાખડ, કેપ્ટન અમરિંદર સિંહ જેવા નેતાઓ પણ પાર્ટી છોડી ચૂક્યા છે.

ADVERTISEMENT

આ નેતા હતા G-23માં

  • ગુલામ નબી આઝાદ
  • કપિલ સિબ્બલ
  • શશી થરૂર
  • મનીષ તિવારી
  • આનંદ શર્મા
  • પીજે કુરિયન
  • રેણુકા ચૌધરી
  • મિલિંદ દેવડા
  • મુકુલ વાસનિક
  • જિતિન પ્રસાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન
  • ભૂપેન્દ્રસિંહ હૂડા
  • રાજીન્દર કૌર
  • એમ. વીરપ્પા મોઇલી
  • પૃથ્વીરાજ ચવ્હાણ
  • અજયસિંહ
  • રાજ બબ્બર
  • અરવિન્દર સિંહ લવલી
  • કૌલસિંહ ઠાકુર
  • અખિલેશ પ્રસાદસિંહ
  • કુલદીપ શર્મા
  • યોગાનંદ શાસ્ત્રી
  • સંદીપ દિક્ષિત
  • વિવેક તન્ખા

ગુલામ નબી આઝાદે વડાપ્રધાનના કર્યા હતા વખાણ
વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુલામ નબી આઝાદે ભરપેટ વખાણ કર્યા હતા. કરતા ગુલામ નબી આઝાદે કહ્યું કે તેમણે ક્યારેય પોતાનો ભૂતકાળ નથી છૂપાવ્યો. મને અનેક નેતાઓની અનેક બાબતો સારી લાગે છે. હું ગામડાનો છું અને એ વાતનો મને ગર્વ છે. જેમ કે, આપણા પ્રધાન મંત્રી. તેઓ ખુદ કહે છેકે તેઓ કંઈ ન હતા. વાસણ માંજતા અને ચા વેંચતા. રાજકીય રીતે અમે વિરોધી છીએ, પરંતુ કમસે કમ જે વાસ્તવિક્તા છે, તેને છુપાવતા નથી. જે લોક વાસ્તવિકતા છુપાવે છે, તેઓ ભ્રમમાં રહે છે. વ્યક્તિને પોતાના ભૂતકાળ ઉપર ગર્વ થવો જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT