Congress ને વધુ એક ફટકો, પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જોડાશે ભાજપમાં
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી એક સાંધતા તેર તૂટવા સમાન થઈ છે. દિવસેને દિવસે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો હાથ મૂકી ભાજપનો સાથ લઈ રહ્યા છે. કોંગ્રેસમાં આંતરિક…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતી એક સાંધતા તેર તૂટવા સમાન થઈ છે. દિવસેને દિવસે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો હાથ મૂકી ભાજપનો સાથ લઈ રહ્યા છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા છે અને સાથે વિધાનસભાની ચૂંટણી પણ હવે સામે આવી રહી છે. ત્યારે પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા હવે કોંગ્રેસની નાવને મધદરિયે મૂકી ભાજપમાં જોડાશે.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની બેઠકો પર ક્ષત્રીય ઠાકોર સમાજનુ પ્રભુત્વ ખૂબ જ રહેલુ છે. બંને જિલ્લાઓમાં કોંગ્રેસને માટે હવે આદીવાસી નેતાઓનો સાથ ગુમાવી ચૂક્યા છે ત્યારે હવે ઠાકોર સમાજના નેતા પણ કોંગ્રેસનો હાથ છોડશે. સતત ગુમાવી રહેલા નેતાની અસર વિધાનસભાની ચૂંટણી પર પડશે. પ્રાંતિજ બેઠકના પૂર્વધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાન મહેન્દ્રસિંહ બારૈયા હવે કોંગ્રેસનો સાથ મૂકી રહ્યા છે. ગત વિધાસભાની ચૂંટણીમાં નજીવા માર્જીનથી હારનો સામનો કર્યો હતો તથા વર્ષ 2012 અને 2017 માં વિધાસભાની ચૂંટણી જીત્યા હતા. મહેન્દ્રસિંહ આવનાર 22 ઓગસ્ટના રોજ ભાજપમાં વિધિવત જોડાશે.
ઉત્તર ગુજરાતમાં નારાજગીનો દોર યથાવત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. ઉત્તર ગુજરાતમાંથી અશ્વિન કોટવાલ અનિલ જોશીયારાના પુત્ર બાદ હવે બારૈયા પણ ભાજપમાં જોડાશે. ઉત્તર ગુજરાતમાં આદિવાસી સમાજ તેમજ ઠાકોર સમાજનું પ્રભુત્વ વધુ છે ત્યારે હવે ઠાકોર સમાજના નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા હવે કોંગ્રેસ સાથે છેડો ફાડશે અને 22 ઓગસ્ટના રોજ વિધિવતરીતે ભાજપમાં જોડાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT