ભાજપમાં ભડકો, જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિથ ઇનપુટ : દર્શન ઠક્કર: ગુજરાતમાં રાજકીય રંગ દિવસેને દિવસે ચડતો જાય છે. ગુજરાતમાં તોડ-જોડ અને નારજગીની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. રાજ્યમાં ચૂંટણી પહેલા અલગ-અલગ પક્ષના નેતાની નારાજગી સામે આવી રહી છે અને પોતાના પક્ષ સાથે છેડો ફાડી અન્ય પક્ષમાં લોક સેવ માટે જોડાય છે. આમ હવે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે જામનગરના પૂર્વ મેયર કનકકિનહ જાડેજાએ ભાજપનો સાથ મૂકી અને આમ આદમી પાર્ટીમાં જોડાય છે.

જામનગર શહેરના પૂર્વ મેયર તેમજ પીઢ રાજકારણી કહી શકાય તેવા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રભાવિત થયા હતા જેમને શહેર પ્રમુખ કરસનભાઈ કરમુરની દરમિયાનગીરીથી આમ આદમી પાર્ટી સાથે જોડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે જામનગર ખાતેનાપ્રવાસ દરમિયાન કનકસિંહ જાડેજાને તેમણે આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતા. કેજરીવાલે તેમને ખેસ ટોપી પહેરાવી સન્માનિત કર્યા હતા. આમ જામનગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા હતા.

કનકસિંહ જાડેજા મેયર રહી ચૂક્યા
કનકસિંહ જાડેજાના આમ આદમી પાર્ટી સાથે જોડાવાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ હવે આમ આદમી પાર્ટીમાં લોકો ભળી રહ્યા છે ત્યારે હવે જામનગરમાં કનકસિંહ જાડેજાના સમર્થકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાશે. કનકસિંહ જાડેજા જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટી તરફથી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં મેયર રહી ચૂક્યા છે જેથી ભારતીય જનતા પાર્ટીમાં સન્નાટો છવાયો છે.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારના નામ જાહેર કર્યા
આવનાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર પોતાના ઉમેદવારને મેદાને ઉતારવા જઇ રહી છે. પંજાબમાં સરકાર બનાવવામાં સફળતા મળી હતી ત્યારે હવે આમ આદમી પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત પર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત પ્રવાસ ગોઠવી રહ્યા છે અને ભાજપ તથા કોંગ્રેસને ટક્કર આપવા મેદાને ઉતરી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 10 ઉમેદવારોના નામ પણ ચૂંટણીની જાહેરાત પહેલા જાહેર કરી દીધા છે. આ ઉપરાંત આ પહેલા આવું ક્યારે પણ નથી બન્યું કે કોઈ પક્ષે ચૂંટણી જાહેર થાય પહેલા 3 મહિને પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હોય. આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં પોતાના ઉમેદવારનું બીજું લિસ્ટ પણ જાહેર કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT