EXCLUSIVE: ગોપાલ ઈટાલિયા સુરતની આ બેઠક પરથી ચૂંટણી લડશે, આજે AAP કરશે જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ભાજપ હજુ ઉમેદવારો નક્કી કરવામાં લાગી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે, ગોપાલ ઈટાલિયા સુરતમાંથી જ વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવશે.

ક્યાંથી ચૂંટણી લડશે ગોપાલ ઈટાલિયા?
Gujarat Takને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સીટ સુરતમાં કતારગામ વિધાનસભા પરથી નક્કી માનવામાં આવી રહી છે. આજે સવારે 11 વાગ્યે જ તેમના નામની જાહેરાત થઈ શકે છે. લાંબા સમયથી ગોપાલ ઈટાલિયા ગુજરાતમાં કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ હતું, ત્યારે આ સવાલ પરથી આજે પડદો ઉચકાશે.

રાઘવ ચઢ્ઢા ફરી 4 દિવસના ગુજરાત પ્રવાસે
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ AAP સક્રિય થઈ ગઈ છે. પાંચ દિવસથી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે હવે AAPના રાજ્યસભા સાંસદ પણ આજથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે. તેઓ બપોરે સુરત જશે અને ત્યાંથી સાંજે નવસારીમાં રોડ શો તથા જાહેરસભાને સંબોધન કરશે. પોતાના 4 દિવસના પ્રવાસ દરમિયાન રાઘવ ચઢ્ઢા 6 રોડ શો અને 4 જાહેર સભાઓ સંબોધશે.

ADVERTISEMENT

AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
નોંધનીય છે કે, ચૂંટણી પહેલા AAP દ્વારા તેમના સ્ટાર પ્રચારકોની પણ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, મનિષ સિસોદિયા, સંજયસિંહ, રાઘવ ચડ્ડા, સરદાર હરભજન સિંહ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, રાજુ સોલંકી, પ્રવિણ રામ, યુવરાજસિંહ જાડેજા, ગૌરી દેસાઇ, મથુર બલદાણીયા, અજીત લેખી, રાકેશ હીરપરા, બલજિંદર કૌર અને અનમોલ માનનો સમાવેશ થાય છે. જેઓ પણ આગામી દિવસમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે.

(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT