Exclusive: UCC મુદ્દે ભાજપના સાંસદે કરી મોટી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવા જઈ રહી છે.અને લોકસભા આ સત્ર કાયદો લાવી શકે છે ત્યારે UCCને લઈ કેટલાક તરફેણ કરે છે તો કેટલાક સામાજિક અને રાજકીય પક્ષો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને આદિવાસી સમાજના હક્કો અને અનામત છીનવાઈ જશે વર્ષો જૂની પરંપરા રહશે નહિ તેવી વાતને લઈ અનેક સંગઠનો આદિવાસી UCCનો વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે ભારે વિરોધ કરી રહયા છે.અને ગુજરાત ભરમાં આપ દ્વારા UCCના વિરોધમાં દેશના રાષ્ટ્રપતિ ને સંબોધન કરી  UCC ના વિરોધમાં આપે આવેદનપત્ર આપ્યું હતું .

આ દરમિયાન  ગુજરાતના બીજેપીના અગ્રણી આદિવાસી નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ ગુજરાત તક સાથે ખાસ મુલાકાત કહ્યું હતું કે UCCમાં આદિવાસીના બંધારણીય હક્કોને સહેજ પણ અડકવાના નથી.

અત્યારે વિરોધ કરવો ઉતાવળું પગલું
સાંસદ મનસુખ વસાવા કહ્યું છે કે, UCCનો હજુ ડ્રાફ્ટ નથી આવ્યો. ડ્રાફ્ટ આવ્યા પહેલા જ તેનો વિરોધ કરવો એ ઉતાવળું પગલું છે.હું આ મુદ્દા ને રાજકીય નથી ગણતો પણ રાજકીય પક્ષો અને સંગઠનોને ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ તેમને જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ક્યારે આદિવાસી દલિત, બક્ષીપંચ સાથે અન્યાય નહીં થાય. અને અને બંધારણ મળેલા હકોથી લઈ જે જે અનામત છે. જેને UCC માં સહેજ પણ અડકવાના નથી.

ADVERTISEMENT

UCCમાં એક પત્ની અને બે બાળકો માટેનો સ્પષ્ટ કાયદો આવશે
સાંસદ મનસુખ વસાવા કહ્યું કે જે ડ્રાફ્ટની કમિટી બનાવનાર જેમાં મંત્રીઓ છે તેમાં એસટી,એસસી અને અન્ય સમાજના છે. તેમને જણાવ્યું હતું કે UCCમાં સ્પષ્ટ કાયદો આવશે કે એક પત્ની અને બે બાળકો અને એ આજના સમયમાં જરૂરી છે. હા એક સમય હતો કે રાજા મહારાજા તેમજ અમારા ઘણા આદિવાસી સમાજમાં,મુસ્લિમ સમાજમાં બહુ પત્ની પ્રથા હતી અને આજે ઘણાં બહુ પત્ની રાખે છે.. પરંતુ આજે સમયની માંગ છે એ પ્રમાણે એક પત્નીને બે બાળકોનો નિયમ બનાવવો જરૂરી છે. કારણ કે વસ્તીમાં ભારત પહેલા નંબરે છે અને વસ્તી વધશે તો રોજગારીથી લઈને ડેવલોપમેન્ટની અનેક સમસ્યા આવે ત્યારે UCCમાં આ કાયદો ફરજિયાત પણે આવવાનું છે તેવું સ્પષ્ટ તેમણે જણાવ્યું હતું.

આદિવાસી સમાજ સાથે કોઈ અન્યાય નહિ થાય
વધુમાં તેમને જણાવ્યું હતું કે કોઈ આ રાજકીય મુદ્દો કોઈ બનાવી નથી રહ્યું પરંતુ સામાજીક મુદ્દો છે. અને તેમને સ્પષ્ટ કહ્યું હતું કે મને સરકાર પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આદિવાસી સમાજ સાથે કોઈ અન્યાય નહિ થાય. અને જે કોઈ નાની મોટી વાત કે ક્ષતીઓ હોઈ તો જ્યારે ડ્રાફ્ટ આવે ત્યારે જેની ચર્ચા કે વિરોધ હોઈ તો થઈ શકે. પણ અત્યારથી જે વિરોધ થાય જે એક ઉતાવળે લેવાયેલું પગલું હું માંનું છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT